Gujaratના વલસાડના ઉમરગામમાં આકસ્મિક આગનો બનાવ ગતમોડી સાંજે બન્યો હતો. આ આગ એટલી વિક્રાળ હતી કે ફાયરની ટીમે હજારો લિટર પાણીનો મારો ચલાવ્યો છતાં કાબુમા આવી નહોતી.
મળતી માહિતી મુજબ Gujaratના ઉમરગામ તાલુકાના સંજાણ કોળીવાડ વિસ્તારમાં કચરામાં આગનો બનાવ બન્યો હતો. જેના કારણે દોડધામ મચી ગઈ હતી, ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયરની ટીમે ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવ્યો હતો.

જો કે, ઘટના સ્થળે વેસ્ટ કચરો એટલા મોટા પ્રમાણમાં હતો કે, આગ ખૂબ સખત ફેલાતી ગઈ હતી. જો કે, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યે રાખઅયો હતો. તે બાદ ફાયર વિભાગે વધુ 2 ફાયર ફાઈટર ગાડીઓ બોલાવી હતી. જે બાદ અંતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, Gujaratમાં ઉનાળો અને તેમાંય માર્ચ મહિનો શરૂ થતા અનેક સ્થાનોએ આગના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં લોકોને ભારે નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે વલસાડના ઉમરગામમાં લાગેલી આગ પર આજે કાબુ મેળવી લેવાયો છે.
આ પણ વાંચો…
- saudi: સાઉદી અરેબિયાની મુખ્ય ઓઈલ પાઈપલાઈન બંધ: યમનમાં હુથી લડવૈયાઓ સાથેના સંઘર્ષ વચ્ચે ચિંતા વધી; નિકાસ અંગે સરકારે શું કહ્યું?
- BRICS દ્વારા સંયુક્ત રાષ્ટ્રના આગામી મહાસચિવથી લઈને ગાઝા અને પરમાણુ જોખમો જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા
- brics: વૈશ્વિક નેતાઓએ ભારતીય ભોજનનો આનંદ માણ્યો: બાજરીના પુલાવથી લઈને જલેબી સુધી – મેનૂમાં શું હતું?
- Hanuman ansh: ‘હનુમાન અંશ’: શું નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મે ₹100 કરોડની OTT ડીલ મેળવી? નિર્માતા રાગિનીએ સત્ય જાહેર કર્યું
- IRCTCનો નવો રેકોર્ડ: એક જ દિવસમાં ૨૦ લાખથી વધુ ટિકિટો બુક થઈ; જાણો કેવી રીતે શક્ય બન્યું




