Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- ‘તેઓ આટલા કડવા કેમ છે…’, RJ Mahvash એ બ્રેકઅપ પર વાત કરી
- India’s Got Latent Case : પાંચ પેનલિસ્ટ મહારાષ્ટ્ર સાયબર સેલ પહોંચ્યા અને પોતાના નિવેદનો નોંધ્યા
- નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
- લક્ષ્ય યુરોપ છે, યુક્રેન નહીં! 2029 સુધીમાં રશિયા કબજો કરશે, Putinની યોજનાથી દુનિયા ગભરાઈ
- દિલ્હી કેપિટલ્સના માલિક Parth Jindal પર હુમલો, સંજીવ ગોયેન્કાની ટીમના ચાહકો પર ગંભીર આરોપો