Gujarat : રાજકોટમાં આજે 2 કાર વચ્ચે ટક્કર થઈ અને આ પૈકી એક કાર સળગી ઉઠી હતી. જેમાં 4 લોકોના મોત થયા છે. ખાસ કરીને આ 4માં માતા-પુત્રીનો પણ સમાવેશ થાય છે. અન્ય ચાલ લોકોને સારવાર માટે ખસેડાયા છે.
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ ફાટી નીકળતા કારમાં સવાર ચાર લોકો ભડથું થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડાયા છે. 4 મૃતકોમાં માતા અને પુત્રીએ જીવ ગુમાવ્યો છે. તેમાં પુત્રીની ઉંમર માત્ર 3 વર્ષ હતી. જ્યારે અન્ય એક 12 વર્ષિય કિશોરનું મોત થયુ છે. ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈને બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરી હતી. આ ઉપરાંત, અકસ્માતમાં જે લોકો ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોના નામ
નિરુબેન અતુલભાઈ મકવાણા, 35, રહે. ગોંડલ
હેતવી અતુલભાઈ મકવાણા, 3 વર્ષ, રહે. ગોંડલ
હેમાંશી શાહીલ સરવૈયા, 22, રહે. ગોંડલ વિજય નગર
મિત અશોકભાઈ સાકરીયા, 12, રહે. ગોંડલ
ઈજાગ્રસ્તોના નામ
શાહીલ સરવૈયા, 22 વર્ષ, રહે. ગોંડલ
હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રહે. ગોંડલ
નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રહે. ગોંડલ
આ પણ વાંચો…
- Mumbai: ભાષા વિવાદ પર મુંબઈમાં વિરોધ, મંત્રીએ પોતાને ધરપકડ કરવાનો પડકાર ફેંક્યો
- Bharat Bandh: બુધવારે ભારત બંધની તૈયારીઓ… કર્મચારીઓ હડતાળ પર જશે, બેંકોમાં કામકાજ બંધ રહેશે
- Gujarat: કેરળના પ્રખ્યાત મંદિરમાં કેમેરાવાળા ચશ્મા પહેરીને પ્રવેશતા ગુજરાતનો એક વ્યક્તિ ઝડપાયો
- Ahmedabad: SVP હોસ્પિટલ પર નવી હાઉસકીપિંગ એજન્સીઓને રોકવા માટે ટેન્ડરની શરતોનો ભંગ કરવાનો આરોપ
- Gujarat HC: મુસાફરના પરિવારને ₹8 લાખના વળતર સામે રેલવે વિભાગની અપીલ ફગાવી દીધી