Gujarat : અમરેલીના બગસરા તાલુકાના ખીજડીયા ગામમાં ખેતરની જમીનના શેઢા બાબતે કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણમી છે. ગંભીર હિંસક બનાવમાં તલવાર અને કુહાડી વડે થયેલી મારામારીમાં કાળુભાઈ ભોજભાઈ વાળાની હત્યા થઈ છે.
મૃતકના પુત્ર રાજદીપ વાળા આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજદીપને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સામેના પક્ષના જયરાજ વાળાને પણ ઈજાઓ પહોંચી છે. હત્યા અને ઈજાઓના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ ઘટના કુટુંબમાં જમીન સંબંધિત વિવાદના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતી પરથી જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયા ગામે ખેલાયેલા આ હિંસક ધિંગાણાં મામલે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીના બગસરાની આ ઘટનાના આખા જિલ્લામાં પડઘા પડ્યા છે. નજીવી બાબતે કુટુંબીઓ દ્વારા જ આધેડને પતાવી દેતા ચકચાર મચી છે. આ સિવાય પોલીસ અને કાયદાને પણ લોકોને ડર ન રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો..
- જમાલપુર બ્રિજ પાસે AMTS બસ સ્ટ્રીટલાઇટ સાથે અથડાઈ, ડ્રાઇવર ઘાયલ
- Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર ₹6 કરોડથી વધુ કિંમતનો 6.6 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત, ફ્લાયર પકડાયો
- Rashifal: કેવો રહેશે આજનો દિવસ? જાણો કોના પર વરસશે ભગવાનની કૃપા
- Iran: ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું – અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા તૈયાર; ટ્રમ્પ સમક્ષ આ શરત મૂકો
- Rishabh shetty: આશુતોષ ગોવારિકર ઋષભ શેટ્ટી સાથે સમ્રાટ કૃષ્ણદેવરાય પર ફિલ્મ બનાવશે, તે સમગ્ર ભારતમાં રિલીઝ થશે