Gondal તાલુકાનાં પીપળીયા ખાતે ‘મહા ગુજરાત બૌદ્ધ સંઘ’નાં માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ મુજબ એક બંધારણીય બુધ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા જિલ્લાના ૩૬ લોકોને બુધ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બુધ્ધ ધમ્મ અંગીકાર કરાયો હતો. ભગવાન બુધ્ધ અને ડો. બાબાસાહેબને ફૂલહાર કર્યા બાદ દીક્ષાર્થીઓને ૨૨ પ્રતિજ્ઞાનું પઠન કરાવાયું
Gondal: દીક્ષા સમારોહની શરૂઆતમાં ગામની શેરીઓ માં બેનર સહિત પદયાત્રા કાઢવામાં આવી હતી.ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુધ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી, ફૂલ હાર અર્પિત કરવામાં આવેલા હતા. બાદમાં તમામ દીક્ષાર્થીઓને પંચાગ પ્રણામ અને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંથાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવાઈ હતી.ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની ૨૨ પ્રતિજ્ઞાનું પઠન કરાવાયું હતું.
આ સાથે સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૮, અનુસુચિત જાતિ પૈકો બૌદ્ધનો ગુજરાત સરકારનો પરિપત્ર ૧૯૯૧ તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ | અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા | સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. બુદ્ધ ધમ્મ નું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.