Amreli: બાબરા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારીએ ફીનાઈલ પીવા મામલે કાઠી ક્ષત્રિય સમાજે સમર્થનમાં આવી કલેકટર અને એસ.પી.ને રજૂઆતો કરી હતી. જેમાં આજે મોટી સંખ્યામાં કાઠી સમાજના લોકો એ રેલી કાઢી કલેકટર કચેરી અને એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

Amreli: ન્યાયિક તપાસ કર્યા બાદ જ કાર્યવાહીનો નિર્ણય લેવાની માંગણી સાથે કલેકટર અને જિલ્લા પોલીસવડાને રજૂઆત

બાબરા તાલુકાના નિલવડા ગામની, મારા મારીની ઘટનામાં મામલો વધુ ગરમાયો છે. અલગ અલગ બે ફરિયાદ નોંધી હતી, જેમાં પ ઈસમો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં દલિત સમાજ દ્વારા ગઈકાલે આવેદનપત્ર આપી પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કે, બાબરા પોલીસ સ્ટેશનમાં આરોપીના સગા મહિલા પોલીસ કર્મચારી રાજેશ્રીબેનવાળાની સંડોવણી હોવાને કારણે તેમની સામે પણ ગન્હો નોંધી સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવી જોઈએ. જેથી જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ આપતા પૂછપરછ સમયે મહિલા પોલીસ કર્મચારી રાજેશ્રીબેને પોલીસ સ્ટેશનનાં વોશરૂમમાં ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આજે કાઠી ક્ષત્રિય સમાજ મહિલા પોલીસ કર્મચારીને ન્યાય આપવવા મેદાનમાં આવ્યો હતો. આજે મહિલા પિલોસ કર્મચારી સામે ખોટા આક્ષેપો કરીને સંડોવણી નહિ હોવા છતાં પૂછપરછ કરતા ફીનાઈલ પીવા મામલે ન્યાયીક તપાસની માંગણી કરી છે. મહિલા પોલીસકર્મચારીના સમર્થનમાં મોટી સંક્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો સમાજની વાડીમાં એકત્ર થયા હતાં. અને ન્યાય અપાવા માટેની રણનિતિઓ ઘડવામાં આવી છે. ત્યારબાદ રેલીસવરૂપે કલેકટર અને જિલ્લા પોલીસવડાની કચેરીમાં આવેદનપત્ર આપી | રજૂઆતો કરવામાં આવી છે. કાયદો વ્યવસ્તાની સ્થિતિને ધ્યાનમાં લઈ સીટી પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ સહિત ટીમો તૈનાત કરવામાં આવી હતી.