Delhi: કંડલા પોર્ટ પરથી રૂ.૧૩.૫૦ કરોડની સોંપારીની દાણર્ચારીના ચકચારભર્યા કેસમાં પકડાયેલા દિલ્હીના આરોપી વેપારી નવાઝખાન ચૌધરીની જામીન અરજી અત્રેના એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સનત જે. પંચાલએ આકરા વલણ સાથે ફગાવી દીધી છે.

સ્મગલિંગથી દેશની અર્થવ્યવસ્થા પર બહુ વિપરિત અસરો પડે છે, આવા ગુના રાષ્ટ્રવિરોધી ગણી શકાય. આરોપીના જામીન ફગાવતાં કોર્ટે ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, આરોપી વિરૂધ્ધ સોપારી દાણચોરીનો ગંભીર આરોપ છે. સ્મગલીંગથી દેશની અર્થવ્યવસ્થા ઉપર બહુ વિપરીત અસરો પડે છે અને તેથી આવા ગુનાને રાષટ્ર વિરોધી ગુનો ગણી શકાય. એટલું જનહી, આ પ્રકારના આર્થિક ગુનાઓને અન્ય ગુનાઓ કરતાં અલગ રીતે મૂલવવા જોઈએ.

કંડલા પોર્ટ પરથી રૂ.૧૩.૫૦ કરોડની આશરે ૮૪,૦૦૦ કિલો (૮૪ ટન) સોપારીનો જથ્થાની દાણચોરી કેસમાં ડીઆરઆઈ દ્વારા Delhiના વેપારી નવાઝખાન ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. દરરમ્યાન આરોપી વેપારી તરફથી કરાયેલી જામીન અરજીનો વિરોધ કરતાં ડીઆરઆઈના સ્પશ્યલ કાઉન્સેલ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, નિકાસ શીપીંગ બિલ્સ હેઠળ સોપારીને માટી સાથે બદલાવી સ્થાનિક બજારમાં ડાયવર્ટ કરવાનો મોડેસ ઓપરેન્ડી દ્વારા બહુ ગંભીર પ્રકારનો ગુનો આચરાયો છે. આ સોપારીનું બજાર મૂલ્ય આશરે રૂ. ૫.૭૦ કરોડ થાય છે અને તેના ઉપર રૂ. ૭.૭૧ કરોડની ડયુટી મળીને કુલ રૂ. ૧૩.૫૦ કરોડના મૂલ્યની સોપારીની દાણચોરી કરાઈ હોવાનું તપાસમાં સ્પષ્ટ થયુ છે.