Daman : દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ‘અધુનિક મલ્ટી ટ્રેડ LLP’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આંખ ઝપકતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખા પરિસરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો.

આગ લાગતાની સાથે જ કંપનીમાં અફરા-તફરી મચી ગઈ અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધું હતુ.

ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. ઘટનાસ્થળે દોડધામનો માહોલ જોવા મળ્યો હતો, જોકે હાલ સુધી કોઈ જાનહાનીની માહિતી મળી નથી.

હાલ તો આગ શા કારણે લાગી તેની ચોક્કસ માહિતી મળી નથી, પણ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આ ઘટના બની હોઈ શકે છે. ફાયર બ્રિગેડની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે
આ પણ વાંચો..
- Gujarat Weather: ગુજરાતને ગરમીથી મળશે રાહત; ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર
- Horoscope: 28 માર્ચે મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ
- iran: હોર્મુઝ માટે ટ્રમ્પનો ‘પ્લાન-જી’ શું છે? – જેનો જવાબ ઈરાન આપે છે: “અમેરિકન સૈનિકોને સમુદ્રમાં કબર પણ નહીં મળે.”
- petrol: પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર નાણામંત્રી: ‘લોકડાઉન માટે કોઈ પ્રસ્તાવ નથી’; પેટ્રોલ, ડીઝલ અને પાકિસ્તાન પર તેમણે શું કહ્યું તે અહીં છે
- RCB સ્ટાર ખેલાડી ભાગ્યે જ બચી ગયો: તાલીમ સત્ર દરમિયાન ‘દુર્ઘટના’ થઈ; કોચે દેખાડ્યું સમજદારી





