રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં યુવરાજસિંહનું નામ માલિક તરીકે હોવાનો ખુલાસો થયો છે. ગેમિંગ ઝોનમાં યુવરાજસિંહની 1 લાખનાં પગાર સાથે 15 ટકા ભાગીદારી હતી. યુવરાજસિંહનાં પિતા હરીસશિંહ વાહન લે-વેચનું કામ કરે છે. અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનનાં માલિક યુવરાજસિંહે પોલીસ સામે હાથ ઉંચા કર્યા હતા.

અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનનાં માલિક યુવરાજસિંહે પોલીસ સામે હાથ અધ્ધર કર્યા છે. યુવરાજસિંહે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે, અગ્નિકાંડની ઘટના ક્રમ કેમ ઘટી તે અંગે કોઈ ખ્યાલ ન હોવાનો યુવરાજસિંહે નિવેદન આપ્યું હતું કે, હું પોતે પાણીની લાઈન લઈ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું મીડલ ક્લાસ માણસ છું. મુખ્ય માલિક રાહુલ રાઠોડ છે. ગોંડલનો રાહુલ રાઠોડ માલિક અને રાજસ્થાનનો પ્રકાશ જૈન પાર્ટનર હોવાનો ખુલાસો થયો છે. રાહુલ રાઠોડ અને પ્રકાશ ઘટના બાદ પોલીસ પકડથી દૂર હતા. તેમજ ગેમિંગ ઝોનનાં મેનેજર પજ્ઞેશ પાઠકે ફાયર વિભાગને કોલ કર્યો હતો. તેમજ પોલીસે મેનેજર પજ્ઞેશ પાઠકની પૂછપરછ કરી રહી છે.

રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટોની અપીલ કરવામાં આવી છે. સુઓમોટો અપીલ સાંભળવા એડવોકેટ એસોસિએશનનાં પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ અરજી કરી છે. તેમજ અગ્નિકાંડ મુદ્દે કોર્ટે સુઓમોટો અપીલ સાંભળે તેવી અરજી કરી છે. બ્રિજેશ ત્રિવેદીએ મોરબી પુલ દુર્ઘટનામાં પણ સુઓમોટો અપીલ કરી હતી.