મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂ મળવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. છતાં આવી શરમજનક બાબતોને લઈને પ્રજા અને પ્રશાસન ચિંતમુક્ત રહે છે. વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કલર પેઈન્ટની આડમાં વેચાતો દારૂ જડપાયો છે. કલર પેઈન્ટનો વેપાર કરવાના બહાને ભાડેથી દુકાન રાખી કલર પેઈન્ટની પ્લાસ્ટિકની ડોલોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અને સાથે બે આરોપીઓ પકડાયા હતા.

આ સાથે જ કુલ 1 લાખ 92 હજાર 810નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ઝોન- 7 લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસીપી ઝોન-7 એલસીબી સ્કવોર્ડના પીએસઆઇ વી.બી ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે, વાસણા બ્રીજ પાસેના ગણેશ પ્લાઝા કોમ્પલેક્સની એક દુકાનમાં મુઝફ હુસેન છીપા અને ફીરોજ ઉસ્માન સુમરાએ એક દુકાન ભાડે રાખી છે અને અહીંથી જ દારૂની 1005 બોટલ જપ્ત કરવામાં આવી છે.