વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે, ‘વર્ષ 2016માં સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને મંદિરે બોલાવી હતી. ત્યારબાદ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીએ નોંધાવેલી ફરિયાદ અને તેના નિવેદન અનુસાર, આ ઘટના આઠ વર્ષ પહેલા  2016માં બની હતી. આઠ વર્ષ બાદ હવે જઈને યુવતીએ જગત પાવન સ્વામી સામે વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ત્યારે આ બાબતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. યુવતીએ જગત પાવન સ્વામી તથા તેમની મદદ કરનાર અન્ય લોકોને કડક સજા થાય એવી માંગ કરી છે. પરંતુ 2016ની ઘટના અંગે 2024માં ફરિયાદ નોંધાવતા યુવતીની ફરિયાદમાં કેટલું તથ્ય છે તે એક મોટો સવાલ છે.