મિથુન ચક્રવર્તી ભારતીય સિનેમાનું એક મોટું નામ છે. તેણે પોતાના સમયમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. મિથુન ચક્રવર્તીના બોલિવૂડમાં દંબગ ખાનના નામથી ફેમસ અભિનેતા સલમાન ખાનની સાથે સારા સંબંધો છે. હાલમાં તેમને હાલમાં સલમાન ખાનને લઈને એક રસપ્રદ વાત જણાવી છે. આ દરમિયાન તેમણે સલમાનને ખૂબ જ તોફાની ગણાવ્યો અને કહ્યું કે સલમાન તેને અડધી રાતે જગાડતો હતો.

તમને જણાવી દઈએ કે, ઘણા રિયાલિટી શોમાં બંને અભિનેતાના મધુર સંબંધની ઝલક જોવા મળે છે. બંને અવારનવાર એકબીજાની મજાક કરતા હોય છે. હાલમાં જ મિથુને ફિલ્મ લકી: નો ટાઈમ ફોર લવના શૂટિંગ સાથે સંકળાયેલ એક કિસ્સો શેર કર્યો છે. આ દરમિયાન તેમને સલમાનને મસ્તીખોર ગણાવ્યો હતો અને કહ્યું કે, સલમાન મને અડધી રાત્રે ઉઠાડતો હતો.એક રિયાલિટી શોમાં હાજરી આપવા ગયેલા મિથુનને શોના હોસ્ટ આદિત્ય નારાયણે રોચક સવાલ કર્યો હતો. તેણે પૂછ્યું કે જેકી શ્રોફ, સલમાન ખાન, સંજય દત્ત અને અક્ષય કુમારમાંથી તેમને સૌથી વધુ કોણે હેરાન કર્યા છે? આ વિશે જવાબ આપતા તેમને કહ્યું કે, સલમાન ખાન. વધુમાં એક્ટરે કહ્યું કે, ખૂબ જ તોફાની છે અને તે મને ખૂબ પ્રેમ કરે છે. અમે બંને એક સાથે હોઈએ છીએ ત્યારે એક મીનિટ પણ શાંત નથી રહેતા. હું સૂતો હોવ છું તો સલમાન ખાન મને જગાડી દે છે.

આ પછી આદિત્યએ બીજો પ્રશ્ન પૂછ્યો કે જેકી શ્રોફ, સલમાન ખાન, સંજય દત્ત અને અક્ષય કુમારમાંથી તેને કોણ સૌથી વધુ આકર્ષક લાગે છે?તેના પર મિથુને કહ્યું કે, બધા આકર્ષક છે. આ દરમિયાન મિથુને કહ્યું, ‘સલમાન ક્યારેય લગ્ન નહીં કરે, પરંતુ તે બધાને ડોઝ આપતા રહે છે.. તમને જણાવી દઈએ કે, સલમાન અત્યારે પોતાની આગામી ફિલ્મ સિકંદરમાં વ્યસ્ત છે. અને આ ફિલ્મ આગામી વર્ષે ઈદ વખતે રિલીઝ થશે.