ટીવી સોપ ઓપેરા ક્વીન એકતા કપૂર, જેણે સુપરહિટ સિરિયલોથી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું, તે દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર-શોભા કપૂરની પુત્રી છે અને 48 વર્ષની ઉંમરે કુંવારી પણ છે.એકતાને હજી સુધી તેના સપનાનો રાજકુમાર નથી મળ્યો પરંતુ લગ્ન પહેલા જ તે એક બાળકની માતા બની ગઈ. તેને એક બાળક છે જે પાંચ વર્ષનો છે. સરોગસી દ્વારા તેને પોતાના દીકરા રવિનું સ્વાગત કરીને બધા આશ્ચર્યચકિત કરી દીધા હતા.એકતા કપૂર પ્રો઼ડ્યુસર અને ડાયરેક્ટર હોવાની સાથે એક સારી માતા પણ છે. હાલમાં એક સમાચાર સામે આવ્યા હતા કે તે બીજી વખત માતા બનવાનું વિચારી રહી છે. કેમ કે, તેના દીકરા રવિને એક ભાઈ અથવા બહેનની જરૂર છે.

બોલિવૂડ લાઈફનો એક અહેવાલ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એકતા કપૂર ફરી એકવાર માતા બનવાનું વિચારી રહી છે. હાલમાં જ તેને સરોગસી પર વિશ્વાસ દર્શાવ્યો હતો. ત્યારે આ સમાચારને લઈને કપૂર પરિવારના એક ખાસ સૂત્રએ જાણકારી આપી હતી અને સમાચાર સાચા કે ખોટા હોવાનું જણાવ્યું હતું. ઈટાઈમ્સ સાથે વાત કરતા સૂત્રે આ સમાચારનું ખંડન કરતા જણાવ્યું કે, એક્સક્લૂસિવ આર્ટિકલ્સમાં એક ક્લિક માટે ખોટા સમાચાર ફેલાવવા એ બિલકુલ યોગ્ય નથી.એવા સમાચારને છાપતા પહેલા ફેક્ટ્સ ચેક કરી લેવું જોઈએ. સૂત્રે આગળ કહ્યું કે, આ લોકો ફની છે જે આવી અફવાઓ ફેલાવે છે. તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરી, 2024ના રોજ એકતા કપૂરે તેના પુત્ર રવિ કપૂરના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓના બાળકોએ હાજરી આપી હતી.