બૉલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત ભાજપની ટિકિટ પર હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી લડી રહી છે. કંગનાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારીની સાથે જ એક્ટ્રેસે પોતાનું નેટવર્થ એફિડેવિટ પણ જમા કર્યું છે. જેના અનુસાર, એક્ટ્રેસ 90 કરોડથી વધુની સંપત્તિની માલિક છે.

એફિડેવિટના અનુસાર, કંગના રનૌતની પાસે 91.50 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આલિશાન ઘર, ગાડીઓ અને જ્વેલરી સિવાય અને એક્ટ્રેસ પાસે બેંકમાં પણ કરોડો રૂપિયા જમા છે. મુંબઈમાં કંગનાના અલગ-અલગ બેંક એકાઉન્ટમાં અઢી કરોડથી વધુ રૂપિયા જમા છે.

કંગનાની પાસે મુંબઈમાં 7 અને મંડીમાં એક, આમ કુલ 8 બેંક એકાઉન્ટ છે. જેમાં કુલ મળીને 2 કરોડ 55 લાખ 86 હજાર 468 રૂપિયા જમા છે. IDBI બેંકમાં એક્ટ્રેસના બે એકાઉન્ટ છે જેમાંથી એકમાં 1,07,10,260,43 રૂપિયા અને બીજામાં 22,33,636 રૂપિયા જમા છે. કંગનાના બેંક ઓફ બરોડામાં પણ એક ખાતું છે જેમાં 15,189,49 રૂપિયા જમા છે. મુંબઈની HSBC બેંકમાં કંગના રનૌતના 1,08,844,01 રૂપિયા અને સ્ટાન્ડર્ડ ચાર્ટેડના એકાઉન્ટમાં 1,55,504 રૂપિયા રકમ છે. ICIC બેંકમાં એક્ટ્રસના બે એકાઉન્ટ્સ છે જેમાંથી એક 26.619 રૂપિયા અને બીજામાં 50 હજાર રૂપિયા જમા છે.

જણાવી દઈએ કે, કંગના રનૌત પાસે હીરા, સોના અને ચાંદીના ઘરેણાં પણ છે. 6 કિલો 700 ગ્રામ સોનું અને જ્વેલરી છે, જેની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા જણાવાય રહી છે. આ સિવાય તેમની પાસે 60 કિલો ચાંદી છે, જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા છે. આ સિવાય એક્ટ્રેસ પાસે 3 કરોડ રૂપિયાની ડાયમંડ જ્વેલરી છે.