જાહ્નવી કપૂર તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, જાહ્નવી કપૂર ટૂંક સમયમાં બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે સાત ફેરા લેશે. આવી સ્થિતિમાં, અભિનેત્રીએ તેના લગ્નના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે અને વાસ્તવિકતા જણાવી છે.

જાહ્નવી કપૂરે કહ્યું કે તેણે પોતાના વિશે ઘણી અજીબ વાતો સાંભળી છે જેનો કોઈ આધાર નથી. તેણે કહ્યું, ‘મેં તાજેતરમાં એક ખૂબ જ બકવાશ વાત વાંચી. જ્યાં લોકોએ કહ્યું કે મેં સંબંધો ફાઈનલ કરી લીધા છે અને હું લગ્ન કરવા જઈ રહી છું. લોકોએ 2-3 આર્ટિક્લ્સને મેળવીને કહ્યું કે હું લગ્ન કરી રહી છું.

જાહ્નવીએ આગળ કહ્યું- ‘તેઓ એક અઠવાડિયામાં મારા લગ્ન કરાવી રહ્યા છે, જે મને સ્વીકાર્ય નથી.હું અત્યારે કામ કરવા માંગુ છે. તમને જણાવી દઈએ કે અગાઉ મિર્ચી પ્લસને આપેલા એક ઈન્ટરવ્યુમાં જાહ્નવીએ તેના પાર્ટનર શિખર પહાડિયાને તેની સપોર્ટ સિસ્ટમ ગણાવી હતી. તેણે કહ્યું હતું- ‘મને લાગે છે કે મારા સપના હંમેશા તેના સપના રહ્યા છે અને તેના સપના હંમેશા મારા સપના રહ્યા છે, અમે ખૂબ નજીક છીએ. અમે એકબીજાની સપોર્ટ સિસ્ટમ રહીએ છીએ, લગભગ જાણે અમે કે અમે એકબીજાને મોટા કર્યા હોય.

આ પહેલા એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં જાહ્નવીએ સ્વીકાર્યું હતું કે તે તેના બોયફ્રેન્ડનો ફોન ચેક કરે છે. તેણે કહ્યું હતું- ‘મને ખબર છે કે આ રેડ ફ્લેગ છે પરંતુ હું ફોન ચેક કરું છું. જ્યારે ઓડિયન્સમાંથી કોઈએ પૂછ્યું કે શું બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડનો ફોન ચેક કરવો જોઈએ. આના પર જાહ્નવીએ કહ્યું- બિલકુલ નહીં, વિશ્વાસ નથી કરતા શું ?