અભિનેતામાંથી દિગ્દર્શક બનેલા દીપક તિજોરીની નવી ફિલ્મ ‘ટિપ્પસી’ 10 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દીપકના નિર્દેશનમાં બનેલી આ આઠમી ફિલ્મ છે. ‘ટિપ્પસી’ એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે.આ ફિલ્મમાં દીપક તિજોરી, અલંકૃતા સહાઈ, કાયનાત અરોરા, નતાશા સુરી, સોનિયા બિર્જે અને નાઝિયા હુસૈન જેવા કલાકારો જોવા મળ્યા છે.તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સિનેમાઘરોમાં તેની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી.

આ દરમિયાન દીપક તિજોરીની સાથે ફિલ્મની ટીમ પણ જોવા મળી હતી. ફિલ્મ ‘ટિપ્સી’ના રેડ કાર્પેટ પ્રીમિયરમાં ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.આ દરમિયાન દીપક તિજોરી, અલંકૃતા સહાય, નતાશા સુરી, કૈનાત અરોરા, નાઝિયા હુસૈન, સોનિયા બિર્જે, મકરંદ દેશપાંડે, આશુતોષ ગોવારીકર સહિતના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. ફિલ્મની આખી ટીમે પેપરાઝીને પોઝ આપ્યા હતા. ફિલ્મના પ્રિમિયરમાં તમામ એક્ટ્રિસ ગોર્જિયસ અંદાજમાં જોવા મળી હતી. બધાએ પેપરાઝીની સામે ફોટો ક્લિક કરાવ્યા હતા. તેમજ ફિલ્મ નિર્દેશક દીપક તિજોરી ઓલ બ્લેક લુકમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે કાળા કલરની ટી શર્ટની સાથે કાળુ જીન્સ અને હાફ જેકેટ પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ દિપકી તિજોરીના નિર્દેશનમાં બનેલી આઠમી ફિલ્મ છે.

દીપિકા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે. ‘ટિપ્પસી’માં કેટલીક છોકરીઓની વાર્તા બતાવવામાં આવી છે. આ બધા મિત્રો છે. તેઓ બધા એક પાર્ટીમાં જાય છે, જ્યાં બીજા દિવસે તેઓને ખબર પડે છે કે તેમની સાથે કંઈક એવું બન્યું છે, જે કોઈ પણ યુવતીને યાદ નથી. ‘ટિપ્પાસી’માં અલંકૃતા સહાય, સોનિયા બિર્જે, નતાશા સુરી અને કાયનત અરોરા મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ ગઈ કાલે 10મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.