કોમેડિયન ક્વિન ભારતી સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ભારતી સિંહને ‘ડાન્સ દીવાને’ના શૂટમાંથી વહેલું નીકળી જવું પડ્યું હતું.આ દરમિયાન ભારતી સિંહે રડતા રડતા કહ્યું કે, મને મારા બાળકથી દૂર ન કરો. વાત એમ છે કે, ભારતીને પિતાશયની સર્જરી કરાવવાની છે. થોડા દિવસ પહેલા જ ભારતીને પેટમાં દુખાવો થયો હતો જેના કારણે તેની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવી પડી હતી.

‘ડાન્સ દીવાને’ના શૂટમાંથી ફ્રી થયા બાદ ભારતી સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેણે તેના વીડિયો બ્લોગમાં જણાવ્યું કે તે કેટલી પીડામાં છે અને તે કેટલી પીડાઈ રહી છે. પરંતુ તેણે દીકરો ગોલા તેના વિના કેવી રીતે રહેશે તે વિચારીને તે ટેન્શનમાં છે અને રડી રહી છે. જ્યાં સુધી ભારતી હોસ્પિટલમાં રહેશે ત્યાં સુધી ગોલા તેની આયા સાથે ઘરે રહેશે.

હાલમાં, હોસ્પિટલમાં ભારતી સિંહ સાથે તેના પતિ હર્ષ લિમ્બાચીયા છે, જે તેની સારસંભાળ રાખી રહ્યો છે. ભારતીએ જણાવ્યું કે ડોક્ટરે તેને સર્જરી કરાવવાની સલાહ આપી છે. જો કે, તે પ્રાર્થના કરી રહી છે કે કોઈ પથરી ન નીકળે. આવું એટલા માટે કારણ કે તે તેના પુત્ર ગોલાથી દૂર રહી શકશે નહીં. આ બધું કહેતાં ભારતી રડવા લાગી હતી. ભારતી સિંહને ડોકટરો દ્વારા પેઇન કિલરનો ભારે ડોઝ આપવામાં આવ્યો હતો, અને દવા લીધા પછી જ તેણે ‘ડાન્સ દીવાને’નું શૂટ તેમજ ઓરી સાથે તેનું પોડકાસ્ટ અને બીજા વર્ષ કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. ડોક્ટરોએ ભારતીને માત્ર 8-10 દિવસનો બ્રેક આપ્યો છે. ભારતીની 12મી મેના રોજ સર્જરી છે. અભિનેત્રીએ કહ્યું કે તે આ સમયે જે દર્દ સહન કરી રહી છે, તે અસહ્ય છે.