11 મે 1970ના રોજ મુંબઈમાં જન્મેલી પૂજા એક્ટર કબીર બેદી અને પ્રોતિમા બેદીની દીકરી છે.પૂજા 1991થી 1995 સુધી બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિવ રહી છે. ફિલ્મોની સાથે તેણે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું જેના કારણે તે ચર્ચામાં રહેતી. તેણે કામાસૂત્ર કોન્ડોમ કેમ્પેન માટે યાદ કરવામાં આવ છે. તમને જણાવી દઈએ કે , પૂજા જ નહીં તેના પિતા કબીર બેદી પણ રિલેશનશિપના કારણે ચર્ચામાં રહ્યા છે. 70 વર્ષની ઉંમરમાં કબીરે 43 વર્ષીય પરવીન દુસાંજ સાથે લગ્ન કર્યા જેનાથી પૂજા 5 વર્ષ મોટી છે.

પૂજાએ 1991માં ફિલ્મ ‘વિષકન્યા’થી કરિયરની શરૂઆત કરી હતી.જો કે, તેને અસલી ઓળખ આમિર ખાનની ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’થી મળી હતી .આ ફિલ્મમાં તેણે આમિર સાથે લિપ-લોક કર્યું હતું જેના કારણે તે ઘણી ચર્ચામાં રહી હતી. ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ બાદ તે ‘લુટેરે’ (1993) ​​ફિલ્મોમાં જોવા મળી હતી. પુજાને એક્ટિંગને લઈને સફળતા નહોતી મળી. 90ના દાયકામાં તેની ગણતરી બોલ્ડ એક્ટ્રેસિસમાં થતી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા તે જાહેરાતોમાં કામ કરતી હતી.મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો પૂજાએ પાંચ મોટા સેલિબ્રિટીસને ડેટ કર્યા છે. પૂજાના અફેરની ચર્ચા સૌથી પહેલા આદિત્ય પંચોલી સાથે થઈ હતી. બાદમાં આ રિલેશનશિપનો અંત આવ્યો. તેના પછી તેને ફરહાન ફર્નીચરવાલાને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યો. બંનેએ 1994માં લગ્ન કરી લીધા. લગ્નના થોડા વર્ષોમાં બંને વચ્ચે તકરાર થતાં 2003માં પૂજાએ ફરહાન સાથે છૂટાછેડા લઈ લીધા હતા.

ફરહાનથી પૂજાને બે બાળકો છે જેનું નામ ઓમાર અને આલિયા છે. ફરહાનથી અલગ થયા પછી પૂજાએ કોરિયોગ્રાફર હનીફ હિલાલને ડેટ કર્યો અને બે વર્ષ પછી આ સંબંધનો અંત આવ્યો હતો. કહેવામાં આવે છે કે,વિક્રમાદિત્યની સાથે પૂજાનો 18 મહિના સંબંધ રહ્યો હતો. આ પછી પૂજાએ બિગ બોસ સિઝન 5 દરમિયાન કન્ટેસ્ટન્ટ આકાશદીપ સહગલને ડેટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આકાશદીપ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં અંશનો રોલ નિભાવી ચૂક્યો છે. વર્ષ 2019માં પૂજા ફરીથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં આવી હતી. વર્ષ 2019માં વેલેન્ટાઈન્સ ડેના દિવસે બિઝનેસમેન માનેક કોન્ટ્રાક્ટર સાથે સગાઈ કરી લીધી હતી. પુજાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સગાઈની જાણકારી આપી હતી. જો કે, થોડા દિવસ પથી બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા.