ટીવી અભિનેત્રી દલજીત કૌર ફરી એકવાર પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તેને ગત વર્ષે માર્ચ 2023માં લગ્ન કર્યા હતા. પરંતુ 9 મહિના પછી તેને સોશિયલ મીડિયા પરથી નીખિલ પટેલની સાથેની તમામ ફોટો ડિલીટ કરી દીધા હતા. ઈન્સ્ટાગ્રામનું નામ પણ બદલી નાખ્યું હતું. પરંતુ હવે તેને માંગમાં સિંદૂર લગાડેલો ફોટો પોસ્ટ કર્યો છે જેના પછી ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. હવે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું ફરીથી તેને લગ્ન કર્યા છે.

દલજીત કૌર છેલ્લા ચાર મહિનાથી ભારતમાં છે. તે કેન્યાથી તેના પુત્ર જેડેન સાથે દેશમાં પરત ફરી હતી. મીડિયા સાથે વાતચીતમાં દલજીતે જણાવ્યું હતું કે, તેના પિતાની સર્જરી હોવાથી તે આવી ગઈ છે. પરંતુ છૂટાછેડાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. જ્યારે નિખિલ અને દલજીતે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા. લગ્નને એક વર્ષ પૂરું થયા પછી પણ બંનેએ કોઈ પોસ્ટ નહોતી કરી. પરંતુ હવે માંગમાં સિંદુર લગાડેલો ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. દલજીતે કૌર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ફોટો શેર કર્યો છે અને હાથમાં પુસ્તક પકડ્યું છે. કેપ્શનમાં લખ્યું છે ‘પઢાઈ મોડ ઓન હો ગયા હૈ’ .જો કે, ગળામાં મંગળસૂત્ર નથી દેખાઈ રહ્યું.

તમને જણાવી દઈએ કે, કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દલજીત અને નિખિલ વચ્ચે અણબનાવ હતો. જેના કારણે તે બંનેએ છૂટાછેડાનો નિર્ણય લીધો છે. જો કે, એક્ટ્રેસની ટીમની તરફથી પ્રાઈવસીનું સન્માન કરવાની વાત કરવામાં આવી હતી. કેમ કે, તેમાં બાળકો સામેલ હતા. લોકોને લાગી રહ્યું છે કે કદાચ એક્ટ્રેસ પર્સનલ લાઈફને લઈને કંઈક જાહેર કરવાની તૈયારીમાં છે.