ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર પોતાના શાનદાર ગીતને કારણે કરોડો ચાહકોના દિલ પર રાજ કર્યું છે. પોતાના ગીતની સાથે બીબર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં સિંગરે સોશિયલ મીડિયા પર એક ગુડ ન્યુઝ આપ્યા છે કે, તેના ઘરે ટુંક સમયમાં કિલકારી ગુંજશે. જસ્ટિન બીબરની પત્ની અને મોડલ ટુંક સમયમાં માતા બનવા જઈ રહી છે. આ વાતનો ખુલાસો જસ્ટિને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વીડિયો શેર કરીને કરી હતી. આ વીડિયો આવતા જ જસ્ટિન બીબરના ચાહકો તેમજ અન્ય સેલિબ્રિટી તેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

જસ્ટિન બીબરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તે હેલી બીબર ફરીથી લગ્ન કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે હેલીનું બેબી બમ્પ પણ જોવા મળી રહ્યું છે. આ સુંદર વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તેની પત્નીએ વ્હાઈટ લેસ સાથે જોડાયેલો ડ્રેસ પહેર્યો છે તો જસ્ટિને એક જેકેટની નીચે ટી શર્ટ પહેર્યું છે . જસ્ટિન અને હેલીના લગ્ન અને માતા -પિતા બનવાની વાત સાંભળી લોકો ખુબ એક્સાઈટેડ થઈ રહ્યા છે. લોકો પિતા બનવાની શુભકામના પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર જસ્ટિન બીબરના 30 કરોડથી વધારે ફોલોઅર્સ છે અને તેના પિતા બનવાના સમાચાર સાંભળી સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો શેર પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જસ્ટિન અને હૈલીએ 2018માં ન્યુયોર્કમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નના 6 વર્ષ બાદ જસ્ટિન અને હેલીનો પરિવાર પૂર્ણ થશે. આ કપલ માતા-પિતાનો રોલ નિભાવવા માટે બિલકુલ તૈયાર છે.

તમને જણાવી દઈએ કે, જસ્ટિન બીબર લગ્નના 6 વર્ષ બાદ પિતા બનવા જઈ રહ્યો છે. જસ્ટિને 2018માં હેલી સાથે લગ્ન કર્યા હતા અને હવે આ કપલ તેમના પહેલા બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે.