બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યાની ખૂબ જ નજીક છે. સોશિયલ મીડિયા પર બંનેની ખૂબ ચર્ચા થાય છે. ઐશ્વર્યા રાય બચ્ચન જ્યાં પણ જાય છે ત્યાં તેની દીકરી પણ સાથે હોય છે. ત્યારે બુધવાર રાતે બંનેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ બંને એકબીજાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. જ્યારે ઐશ્વર્યા તેની પુત્રીને માર્ગદર્શન આપતી જોવા મળી હતી, ત્યારે પુત્રી આરાધ્યા તેની મદદ કરતી જોવા મળી હતી. આ જોયા પછી ઐશ્વર્યાના ચાહકો થોડા ચિંતિત થઈ ગયા છે અને તે જાણવા માંગે છે કે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે શું થયું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંનેન એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. આરાધ્યા પોતાની માતાના હેન્ડબેગ સાથે જોવા મળી હતી તો ઐશ્વર્યાના તૂટેલા હાથથી લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. સપોર્ટ બેગ પહેરેલી ઐશ્વર્યા જ્યારે તે હસતી હસતી આવી ત્યારે તેણે પોતે દીકરી આરાધ્યાને તેની હેન્ડબેગ ઉપાડવાનું કહ્યું અને તેની માતાની હાલત જોઈને દીકરી આરાધ્યા પણ પાછળ ન રહી અને તેણે તરત જ તેની માતાનો સહારો બનીને તેની બેગ ઉપાડી. આ પછી ઐશ્વર્યા રાય પેપ્સ સાથે વાત કરતી વખતે એરપોર્ટની અંદર ગઈ હતી. અભિનેત્રીની આ ઈજાને જોયા પછી, ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે.ઐશ્વર્યા આ પહેલા પણ કાન્સના રેડ કાર્પેટ પર ઘણી વખત પોતાનો જલવો બતાવી ચુકી છે.તેની સ્ટાઈલ અને આઉટફિટ્સના દરેક વખતે વખાણ થયા છે. હાલમાં, આ વીડિયો જોયા પછી, એક ફેન્સે લખ્યું, ‘તે સૌથી ડિસન્ટ છે, તે એક અસલી ક્વીન છે.’ એક અન્ય યુઝર્સે લખ્યું, દીકરીનો ઉછેર તે સારી રીતે કરી રહી છે. આરાધ્યા બચ્ચન વિશે વાત કરીએ તો તે હંમેશા ખૂબ જ સિમ્પલ સ્ટાઇલમાં જોવા મળે છે. અન્ય સ્ટાર કિડ્સથી વિપરીત તે સાદા કપડામાં જોવા મળે છે. તે હંમેશાં મેકઅપ વગર પોતાની માતા અને પરિવાર સાથે જોવા મળે છે. લોકોનું કહેવું છે કે, તે પોતાની માતા જેવી છે. અત્યારે આરાધ્યા 12 વર્ષની છે અને ભણી રહી છે. હાલમાં જ તેનો સ્ટેજ પરફોર્મન્સનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.