ટીવી બાદ હવે બોલિવૂડમાં પોતાના પગ જમાવવાની કોશિશ કરી રહેલી અંકિતા લોખંડે ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં જ, અંકિતા બિગ બોસ 17ને લઈને ચર્ચામાં હતી, તે તેના બિઝનેસમેન પતિ વિકી જૈન સાથે શોમાં પહોંચી હતી. રિયાલિટી શોમાં બન્નેની વચ્ચે સતત ખટ-પટ જોવા મળી. હવે અંકિતા પોતાના એક લેટેસ્ટ વીડિયોને લઈને ચર્ચામાં છે. આ વીડિયોમાં અભિનેત્રીને શોટ્સ પહેરીને એક મંદિરની બહાર જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે શોર્ટ્સ પહેરીને મંદિર જવાને કારણે ઘણી ટ્રોલ થઈ રહી છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર મુંબઈના એક મંદિરમાંથી બહાર નીકળતી અંકિતાનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં અંકિતાએ બેગી ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા અને તેના કપાળ પર નારંગી રંગનું તિલક હતું. અભિનેત્રીએ તેના એક હાથને પ્લાસ્ટર કરાવ્યું હતું, જેના વિશે માહિતી આપતા તેણે કહ્યું કે તેના હાથને ઈજા થઈ છે. હવે અંકિતાને શોર્ટ્સ પહેરીને મંદિર જવાના નિર્ણયને કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને આટલા ટૂંકા કપડા પહેરીને મંદિરમાં જતી અભિનેત્રીને પસંદ ન પડી અને અભિનેત્રીને નિશાન બનાવવા લાગ્યા. વીડિયોના કમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું- “શું કપડા પહેર્યા છે.” એક અન્ય યુઝરે લખ્યું- “મંદિરમાં આવા કપડા પહેરીને કોણ જાય? ” અન્ય એક યુઝરે લખ્યું, “સંસ્કાર ક્યાં ગયા આમના?”

થોડા દિવસો પહેલા અંકિતા લોખંડેના કેટલાક ડાન્સ વીડિયો વાયરલ થયા હતા, જેના કારણે તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી. અંકિતાએ તેના માનસિક સ્વાસ્થ્ય પર ટિપ્પણી કરવા માટે કેટલાક યુઝર્સને નિશાન બનાવ્યા હતા. અંકિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- ‘હા, મને ડાન્સ કરવાની મજા આવે છે. મને નિખાલસ રહેવું ગમે છે. હા, હું મારી અંદરના બાળકને જીવંત રાખું છું. તમારો ખૂબ ખૂબ આભાર.’