શર્મિન સેહગલ આ દિવસોમાં ટ્રેન્ડમાં છે અને તેનું કારણ તેની તાજેતરમાં રિલીઝ થયેલી હિરામંડી છે. જેમાં તે આલમજેબની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે. તેને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સલમાન ખાને તેને એક વખત લગ્ન માટે પ્રપોઝ કરી હતી. એક્ટ્રેસે મજાકમાં કહ્યું કે, જ્યારે તે બે વર્ષની હતી ત્યારે સલમાન ખાને તેને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. તેને કહ્યું કે, હું 2 કે 3 વર્ષની હોઈશ જ્યારે મને સલમાન ખાને કહ્યું હતું કે, શું તું મારી સાથએ લગ્ન કરીશ અને મેં જવાબમાં ના કહ્યું હતું.

શર્મિન હાલમાં નેટફ્લિક્સ શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં હિરામંડીની કાસ્ટ સાથે જોવા મળી હતી. ત્યાં તેને કહ્યું હતું કે, સંજય લીલા ભંણસાલીની ભાણી હોવા છતાં આલમજેબની ભૂમિકા માટે 16 વખત ઓડિશન આપવું પડ્યું હતું. હકીકતમાં કપિલે કહ્યું હતું કે શું તમે હકીકતમાં ઓડિશન લીધું હતું. આ વાત પર એક્ટ્રેસે કહ્યું હતું કે, 16 વખત ઓડિશન આપ્યું હતું. આ પહેલા શર્મિને લુક ટેસ્ટની તસવીર શરે કરી હતી. શર્મિન સહગલને એક્ટિંગ માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી જેના કારણે શર્મિને પોતાની એક પોસ્ટમાં ઈન્સ્ટાગ્રામ કમેન્ટને ડિસેબલ કરી દીધું હતું જેના કારણે તે ચર્ચામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા મુંબઈના બાંદ્રામાં ‘હીરામંડી’ની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સક્સેસ પાર્ટીનું નામ ‘જશ્ન-એ-હીરામંડી’ રાખવામાં આવ્યું હતું. સિરીઝ સાથે જોડાયેલી આખી સ્ટારકાસ્ટ અહીં પહોંચી હતી. તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં અહીં પહોંચ્યા હતા. નિર્દેશક સંજય લીલા ભણસાલી સહિત તમામ પુરૂષ કલાકારો પઠાણી કુર્તા-પાયજામામાં પહોંચ્યા હતા. સિરીઝની અભિનેત્રીઓ સલવાર સૂટ, લહેંગા અને સાડીમાં પહોંચી હતી.