ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર વિરાટ કોહલી મંગળવારે રાત્રે પત્ની અનુષ્કા શર્મા, ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ડિનર માટે ગયો હતો. રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા આ ચારેયની તસવીરો વાયરલ થઈ રહી છે.જો કે, ડીનર પછી કોઈએ પાપારાઝી માટે પોઝ આપ્યો ન હતો. અનુષ્કા પણ પોઝ આપવાનું ટાળતી હતી. આ દરમિયાન અનુષ્કા ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી હતી.

અનુષ્કાએ સફેદ શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું. તેણે પેન્સિલ હીલ્સ પણ પહેરી હતી. અનુષ્કાનો આ લુક સિમ્પલ હતો છતાં ગોર્જિયસ હતો .વિરાટ કોહલીના લુકની વાત કરીએ તો તેણે બ્લેક શર્ટ સાથે બેજ કલરનું ટ્રાઉઝર પહેર્યું હતું. હંમેશની જેમ આમાં પણ વિરાટ સ્માર્ટ લાગી રહ્યો હતો.

અનુષ્કા શર્મા વિરાટ કોહલીની સૌથી મોટી ચીયરલીડર અને સમર્થક છે. તે IPLની મોટાભાગની મેચોમાં તેને સપોર્ટ કરતી જોવા મળી હતી.જ્યારે RCB IPL 2024માંથી બહાર હતી ત્યારે તેના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. અનુષ્કાનો આવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ચકડા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી પરંતુ તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.