અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલ પોતાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનને લઈને ચર્ચામાં છે.. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન સાઉથ ફ્રાન્સમાં ક્રૂઝ શિપ પર યોજાવા જઈ રહ્યું છે.આ પ્રી-વેડિંગ ફંક્શનમાં 800 થી વધુ VVIP મહેમાનો હાજરી આપશે. જે ક્રૂઝ પર પ્રી-વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યા છે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે, જે માલ્ટામાં બનેલ છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગમાં દિગ્ગજો હાજરી આપશે. તાજેતરમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ પુત્રી રાહા, એમએસ ધોની અને સલમાન ખાન સાથે ઉજવણીમાં સામેલ થવા માટે જતા સમયે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્ન કરવાના છે. આ પહેલા બીજી પ્રી-વેડિંગ સેરેમની 28 મે થી 31 મે વચ્ચે થશે.

ચાર દિવસીય આ ઉજવણીની વિગતો બહાર આવી છે, જેમાં 28 મેના રોજ ક્રુઝ પર મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગમાં 29મી મેના રોજ લંચ પાર્ટી, 30મી મેના રોજ ડાન્સ પાર્ટી અને 31મી મે એટલે કે શનિવારના રોજ થીમ હશે ‘લા ડોલ્સે વીટા’ એટલે કે ડાન્સ-ગાન અને મજા, જેમાં ઇટાલિયન ઉનાળાનો ડ્રેસ કોડ હશે. આ સિવાય અનિલ અંબાણી અને મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ પણ ઈટાલી જવા રવાના થઈ ગયા છે. બીજી પ્રી-વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે તેનું નામ ‘સેલિબ્રિટી એસેન્ટ’ છે. તે માલ્ટામાં બન્યું છે. તે 28 મેના રોજ ઇટાલીના પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરનું અંતર કાપીને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે.