બોલિવૂડનું કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હવે એક તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાને કરિના કપૂરનું નામ ચેન્જ કરાવી દીધું છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

સૈફ અલી ખાને પોતાના હાથ પર કરીનાના નામનું ટેટૂ બનાવ્યું હતું, પરંતુ હવે એ ટેટૂના બદલે બીજું ટેટૂ બનાવડાવી લીધું છે. એવું લાગી રહ્યું છે કે સૈફે કરીનાને કવર કરવાની કોશિશ કરી છે. આ ફોટો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.

જાણીને નવાઈ લાગશે પણ સૈફ અલી ખાને પોતાના હાથ પર કરિના કપૂરના નામનું ટેટૂ કરાવ્યું હતું, પરંતુ સૈફ અલી હવે કરિના કપૂરનું નામનું ટેટૂ હટાલીને નવું ટેટૂ કરાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, સૈફ કરીનાને કવર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમજ ફોટો વાયરલ થયા બાદ ફેન્સ અટકળો લગાવી રહ્યા છે.

હવે એવું શું થયું કે સૈફ અલી ખાને વાઈફ કરીનાના નામનું ટેટુ કવર કરાવવું પડ્યું. હવે ફેન્સે તેને પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક ફેન્સે કમેન્ટ કરતા લખ્યું છે કે હવે કોઈ બીજા શિકારના ચક્કરમાં છે કે શું. એકે લખ્યું છે, હવે લગ્ન થઈ ગયા, બાળકો પણ થઈ ગયા, ક્યાં સુધી આશિકી બતાવશે? અન્ય એકે લખ્યું છે કે લાગે છે કે હવે ત્રીજા કોઈનો વારો છે. એક યુઝરે લખ્યું છે કે હવે ડિવોર્સ પાક્કા તમને જણાવી દઈએ કે, કપલના લગ્નને 11 વર્ષ થઈ ગયા છે. લગભગ ચાર વર્ષના ડેટિંગ બાદ 2012માં કરીના અને સૈફે લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી ટશનના સેટ પર શરૂ થઈ હતી. જો 16 ઓક્ટોબર, 2012ના રોજ લગ્નમાં બદલાઈ ગઈ. બેબો અને સેફૂની જોડી આજે પણ લોકોને પસંદ આવે છે. કરીના સોશિયલ મીડિયા પર પતિ માટે પ્રેમ જતાવવાનું છોડતી નથી.