25 એપ્રિલના રોજ ગોવિંદાની ભાણી અને કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહે ધામધૂમથી લગ્ન કર્યા. હવે આરતી સિંહે લગ્ન પછી પોતાની પહેલી રસોઈની ઝલક બતાવી છે. આરતીએ સાસરીના રસોડામાં આ તસવીર શેર કરી છે અને તસવીરને સુંદર કેપ્શન આપ્યું છે. તમને જણાવી દઈએ કે લગ્નનાં 11 દિવસ પછી રસોડામાં પગ રાખ્યો હતો અને સાસરીના લોકો માટે હલવો બનાવ્યો હતો.આરતીએ આ તસીવરને શેર કરતા લખ્યું હતું, ‘પહેલી રસોઈ-મિઠાસ અને પ્રેમથી ભરપૂર.’

રસોઈની વિધિ પૂરી કરવા માટે આરતીએ લાલ કલરનો આઉટફિટ પહેર્યો હતો..આ આઉટફિટમાં તે એકદમ સુંદર દેખાઈ રહી છે.આરતીની આ તસીવર ફેન્સ લોકોને પણ પસંદ આવી રહી છે અને પોસ્ટ પર કમેન્ટ પણ કરી રહ્યા છે..તેમજ આરતીએ હાલમાં જ લગ્ન પછી એક વીડિયો શેર કર્યો છો.સાસરીમાં આરતીનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું.

25 એપ્રિલના રોજ આરતી સિંહે બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા. આરતી અને દીપકના લગ્નમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. આમાં બિપાશા બાસુ, તેનો પતિ કરણ સિંહ ગ્રોવર, શેફાલી જરીવાલા, પરાગ ત્યાગી, પારસ છાબરા, માહિરા શર્મા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈના અરમાન એટલે કે શહેજાદા ધામીએ પણ લગ્નમાં હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે, ગોવિંદાએ તેની ભત્રીજી આરતીના લગ્નમાં હાજરી આપી હતી, પરંતુ આરતીની મામી એટલે કે ગોવિંદાની પત્ની લગ્નમાં આવી ન હતી. ગોવિંદાના બાળકો પણ તેની સાથે જોવા મળ્યા ન હતા.