ઈન્ડિયન ટીવીના આઈકોનિક ચહેરામાંથી એક શેખર સુમન અત્યારે ચર્ચામાં છે..હીરામંડી એક્ટરે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. આ પહેલા કંગના રનૌતે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી અને હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડી રહી છે. હવે એવું લાગી રહ્યું છે કે, શેખર જૂના મતભેદ ભુલીને કંગનાની સાથે કામ કરવા માટે તૈયાર છે. શેખર સુમને 7 મેના રોજ પાર્ટી જોઈન કરી અને મીડિયા સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન શેખરને પૂછવામાં આવ્યું હતું કે શું તે જૂના મતભેદ ભૂલીને કંગના માટે કેમ્પેન કરશે. તેના પર શેખરે તરત જવાબ આપ્યો કે જો તે બોલાવશે તો હું જરૂરથી જઈશ, તે મારો હક છે.

કંગના રનૌત અને શેખર સુમનના છોકરા અધ્યને ‘રાજ-ધ મિસ્ટ્રી કન્ટીન્યુઝ’માં સાથે કામ કર્યું હતું. તેના પછી બંનેએ વર્ષ 2008-09માં એકબીજાને ડેટ કર્યું. પરંતુ થોડા ક સમયમાં જ બંનેના સંબંધનો અંત આવી ગયો હતો. તેમજ શેખર અને અધ્યયને મળીને કંગના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમને કંગના પર કાળા જાદુ કરવાનો આરોપ લગાવ્યો હતો. અને આ વાતને ધ્યાનમાં રાખતા એક યુઝર્સે શેખર સુમનને કમેન્ટ કરી હતી કે, આ બીજેપી નેતાએ સિનિયર નેતા કંગના રનૌત પર ખોટા આરોપ લગાવ્યા હતા..

તમને જણાવી દઈએ કે, બીજેપી જોઈન કરતા પહેલા શેખર સુમને જણાવ્યું હતું કે, કંગના માટે મારા દિલમાં કોઈ કડવાહટ નથી. તેમજ અધ્યનના મનમાં પણ કંઈ નથી. જો કે, શેખર સુમને બીજી વખત રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમને કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબ સીટ પરથી 2009ની લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમને બીજેપી નેતા શત્રુધ્ય સિન્હાએ હરાવી દીધા હતા. તેમને કહ્યું કે, કામમાં વ્યસ્ત હોવાથી પાર્ટી માટે ટાઈમ નહોતા કાઢી શક્યા.