જાણીતા મ્યુઝિશિયન એ. આર. રહેમાનની તબિયત અચાનક લથડી છે. હાલ તેમને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાની વિગતો સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ જાણીતા સંગીતકાર એ. આર. રહેમાનની તબિયત અચાનક નાદુરસ્ત થઈ છે. તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડવાની સમસ્યા થઈ હતી. જેથી તાત્કાલિક ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
એપોલો હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા હાલ એ. આર. રહેમાનની એન્જીયોગ્રાફી સહિતના રીપોર્ટ કરવાનું શરૂ કરી દેવાયુ છે. એક આખી ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે. તો ડોક્ટર્સના જણાવ્યા મુજબ રોઝા રાખવાના કારણે ડિહાઈડ્રેશન પણ હોઈ શકે છે. હાલ તો તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ છે અને તેઓ સ્વસ્થ થાય તે માટે દુઆઓ માંગવામાં આવી રહી છે.

ડીહાઈડ્રેશન એટલે શરીરમાં પાણીની ઉણપ. જ્યારે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે, ત્યારે ડીહાઈડ્રેશન થાય છે.
એ. આર. રહેમાન ભારતીય ફિલ્મ સંગીતકાર, રેકોર્ડ નિર્માતા, સંગીતકાર અને ગાયક છે. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1967 ના રોજ થયો હતો. રહેમાનને વિશ્વના સૌથી સફળ સંગીતકારોમાંના એક ગણવામાં આવે છે. તેમણે 150 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે અને બે એકેડેમી એવોર્ડ, બે ગ્રેમી એવોર્ડ, એક બાફ્ટા એવોર્ડ અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે.
આ પણ વાંચો..
- imran khanના સ્વાસ્થ્ય વિશે સાંભળીને દુઃખી થયેલા અઝહરે ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાનના બગડતા સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી
- russia: ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કર્યું નથી, રશિયાએ અમેરિકાના દાવા પર પ્રતિક્રિયા આપી; શાંતિ અને ઉર્જા પર ભાર મૂક્યો
- AI સમિટમાં ભારતીય સંસ્કૃતિ ટેકનોલોજી સાથે ભળી ગઈ છે, ભારત મંડપમમાં વિશ્વ એક અદ્ભુત સંગમ જોઈ રહ્યું
- ahmedabad: પાંચ કેચ છોડવા છતાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી, શિવમ દુબે નેધરલેન્ડ્સ સામે હીરો બન્યો
- ramadan 2026: ઘણી જગ્યાએ ચાંદ દેખાયો, કાલે પહેલો ઉપવાસ, ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામે જાહેરાત કરી





