અમેરીકાના મધ્ય પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં આવેલા વિનાશક વાવાઝોડાએ તબાહી મચાવી છે. આ વાવાઝોડામાં 32 લોકોના મોત થયા છે. આ વિનાશક વાવાઝોડાથી લાખો લોકો પ્રભાવિત થયા છે.
વાવાઝોડાને કારણે અનેક ઘરો ધરાશાયી થયા છે અને અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ ગઈ છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
મધ્ય અને દક્ષિણ અમેરીકામાં આવેલા તોફાનમાં 32 લોકોના મોત થયા છે. સિસ્ટમના શરૂઆતના ભારે પવનોને કારણે આવેલા ધૂળના તોફાનોએ શુક્રવારે લગભગ એક ડઝન લોકોના જીવ લીધા હતા.

રાજ્ય હાઇવે પેટ્રોલ અનુસાર, કેન્સાસ હાઇવે પર ઓછામાં ઓછા 50 વાહનોના ઢગલાબંધ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. તો ટેક્સાસ પેનહેન્ડલમાં અમરિલોમાં ધૂળના તોફાન દરમિયાન કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત પણ થયા હોવાની પણ વિગતો સામે આવી છે.
આ વર્ષે અમેરીકામાં ખતરનાક વાતાવરણની પરિસ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને, કેનેડિયન સરહદથી ટેક્સાસ સુધીના વિસ્તારોમાં પવનની તેજ ગતિ અને ધૂળના તોફાનોની ગતિને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. 80 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેનું પરિણામ જંગલમાં આગ પણ ફાટી નીકળી છે.
આ પણ વાંચો..
- ranbir kapoor: રણબીર કપૂરની ‘રામાયણ’નું બજેટ ₹800 કરોડ છે, એવો દાવો દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ કર્યો છે
- TMCમાં વર્ચસ્વની લડાઈ: મમતા જૂથે ચૂંટણી પંચ (EC) સમક્ષ બે લાખથી વધુ સોગંદનામાં રજૂ કર્યા; કલ્યાણ બેનર્જીએ કયા આક્ષેપો કર્યા?
- Israel: ઈઝરાયેલે ગાઝામાં હમાસના એક ટોચના કમાન્ડરને ઠાર માર્યાનો દાવો કર્યો છે
- somalia: ભારત અને સોમાલિયા ચાંચિયાગીરી અને આતંકવાદ સામે એક થયા; મોગાદિશુમાં દરિયાઈ સુરક્ષા અંગે ચર્ચા
- 75 દિવસમાં CNG ₹5.50 મોંઘું થયું; મુંબઈમાં ઓટો ભાડાં વધી શકે છે




