money: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ફરી એકવાર રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, 4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનો વિદેશી મુદ્રા ભંડાર $44.90 અબજ વધીને રેકોર્ડ $785.71 અબજ થયો છે.

તેના અગાઉના સપ્તાહમાં – એટલે કે 28 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં – પણ ભંડારમાં $11.47 અબજનો વધારો થયો હતો અને તે $740.80 અબજ સુધી પહોંચ્યો હતો. આમ, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર વધારો થવાનો આ સતત બીજો સપ્તાહ છે.

FCAમાં $47.498 અબજનો નોંધપાત્ર વધારો
વિદેશી મુદ્રા ભંડારમાં ‘ફોરેન કરન્સી એસેટ્સ’ (FCA) સૌથી મોટો હિસ્સો ધરાવે છે. 4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, FCAમાં $47.498 અબજનો મોટો વધારો થયો અને તે વધીને $648.17 અબજ થયો. માર્ચ 2026ના અંતની સરખામણીમાં FCAમાં $95.886 અબજનો વધારો થયો છે. બીજી તરફ, એક વર્ષ અગાઉની સરખામણીમાં તેમાં $63.692 અબજનો વધારો નોંધાયો છે.