oil: કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી (Basic Customs Duty) માં ઘટાડો કર્યો છે. ક્રૂડ સોયાબીન અને પામ તેલ પરની ડ્યુટી 10% થી ઘટાડીને 5% કરવામાં આવી છે, જ્યારે તેના રિફાઈન્ડ (શુદ્ધ) તેલ પરની ડ્યુટી 32.5% થી ઘટાડીને 27.5% કરવામાં આવી છે. ક્રૂડ સૂર્યમુખી તેલ માટે ડ્યુટી 10% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે અને રિફાઈન્ડ સૂર્યમુખી તેલ માટે તે 32.5% થી ઘટાડીને 22.5% કરવામાં આવી છે. આ ફેરફારો આજથી, એટલે કે 24 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે.
ખાદ્ય તેલ પર કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો: શું ગ્રાહકોને ઊંચા ભાવમાંથી રાહત મળશે?
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, સોયાબીન, પામ અને સૂર્યમુખી તેલ સહિતના વિવિધ ખાદ્ય તેલો પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી (BCD) માં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય ખાદ્ય તેલના ભાવ ઘટાડીને ગ્રાહકોને રાહત આપવાનો છે. આ પગલું એકંદરે ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થશે.
જાહેરનામા મુજબ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ પામ તેલ પરની BCD 10% થી ઘટાડીને 5% કરવામાં આવી છે. રિફાઈન્ડ સોયાબીન તેલ અને રિફાઈન્ડ પામ તેલ પરની ડ્યુટી 32.5% થી ઘટાડીને 27.5% કરવામાં આવી છે. ક્રૂડ સૂર્યમુખી તેલ પરની BCD 10% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે, જ્યારે રિફાઈન્ડ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 32.5% થી ઘટાડીને 22.5% કરવામાં આવી છે.
સરકારનો ઉદ્દેશ્ય શું છે?
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે આયાત જકાતમાં ઘટાડો કરવાથી ખાદ્ય તેલની ‘લેન્ડેડ કોસ્ટ’ (આયાત ખર્ચ સહિતની પડતર કિંમત) અને છૂટક ભાવમાં ઘટાડો થશે. આનાથી ગ્રાહકોને રાહત મળશે અને એકંદરે ફુગાવો ઘટાડવામાં મદદ મળશે. આ પગલાથી સ્થાનિક રિફાઈનિંગને વેગ મળવાની અને ખેડૂતોને યોગ્ય વળતર સુનિશ્ચિત કરવામાં મદદ મળવાની પણ અપેક્ષા છે. અગાઉ, કેન્દ્ર સરકારે ક્રૂડ ખાદ્ય તેલ – જેમ કે સૂર્યમુખી, સોયાબીન અને પામ તેલ – પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી (BCD) 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી હતી. તે સમયે, કાચા અને શુદ્ધ ખાદ્ય તેલ વચ્ચેની આયાત જકાતના તફાવતની શ્રેણી 8.75 ટકાથી 19.25 ટકાની વચ્ચે હતી.




