Ahmedabad વસ્ત્ર્રાલમાં પરિવાર રહેતા વેપારીની દીકરીને ઘણા લાંબા સમયથી શ્વાસ લેવામાં અને પેટમાં દુઃખાવાની તકલીફ્ રહેતી હતી. પરિવાર અંધશ્રાદ્ધામાં ડૂબેલો હોવાથી ગોતાના ભૂવાના ચક્કરમાં ફ્સાયા અને ભૂવાએ વિધિ કરવાના બહાને કુલ રૂ.5.90 લાખના દાગીનાની પોટલી લઈને લીંબુ અને પથ્થરથી ભરેલી પોટલી આપીને ફરાર થઇ ગયો હતો. આ અંગે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ભૂવા સામે ફરિયાદ નોધાવી છે.
મૂળ સુરેન્દ્રનગરના અને હાલ વસ્ત્ર્રાલમાં રહેતા 49 વર્ષીય નંદલાલ પટેલ રામોલમાં પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવી ધંધો કરે છે. તેમની પુત્રી અંકિતાને શ્વાસ લેવામાં અને પેટમાં દુઃખાવાની તકલીફ્ ઘણાં લાંબા સમયથી રહેતી હતી. અનેક દવા કરાવી પરંતુ કોઈ ઈલાજ સફ્ળ નીવડતો નહોતો. તેથી જમાઈના મિત્રે ગોતામાં વંદેમાતરમ પ્રાઈમમાં રહેતા ભૂવા ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજી સાથે વાતચીત કરી હતી.
ત્યારબાદ ભૂવાએ વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ગત માર્ચ મહિનામાં ભૂવાજીએ નંદલાલ ભાઈની દીકરીની સાસરીમાં વિધિ કરી અને જામીન તરીકે સોનાના દાગીનાની પોટલી બંધાવી હતી. ત્યારબાદ એપ્રિલ મહિનામાં નંદલાલ ભાઈના ઘરે અને ગામડે જઈને વિધી કરી ત્યારે પણ સોનાના દાગીના જામીન તરીકે મુકાવીને તેની પોટલી વાળીને રૂમના દરવાજા બંધાવી હતી.
બાદમાં ઠગ ભૂવાજીએ બંને પોટલીઓ લઈને ચાંદલોડિયા તળાવ પાસે નંદલાલ ભાઈ અને તેમના જમાઈને બોલાવ્યા અને સ્મશાનમાં વિધિ કરવા જાઉં છું કહીને રૂ.5.90 લાખના દાગીનાથી ભરેલી બંને પોટલીઓ લઈને ભૂવાજી સ્મશાનમાં ગયા અને થોડીવાર બાદ પરત આવીને નંદલાલ ભાઈ અને તેમના જમાઈને પોટલીઓ આપી દીધી અને આ પોટલીઓ બારી પર બાંધીને રાખજો,
જો ખુલી જશે અથવા ખોલશો તો દુઃખ વધી જશે અને 37 દિવસ બાદ મને ફોન કર્યા બાદ આ પોટલીઓ ખોલજો તેમ જણાવ્યું હતું. અંધશ્રાધામાં ગળાડૂબ સસરા અને જમાઈએ ભૂવાજીની વાત માનીને પોટલીઓ ખોલી નહોતી. પરંતુ નંદલાલના જમાઈ મિતેષના ઘાટલોડીયાના મકાનમાં જે પોટલી બાંધી હતી. તે અચાનક નીચે પડી જતા તેમાંથી પથ્થરા અને લીંબુ નીકળ્યા હતા. એટલે જમાઈ સસરાને ફોન કરીને જાણ કરતા નંદલાલે પોટલી ખોલીને જોતા તેમાંથી પણ પથ્થરા અને લીંબુ નીકળ્યા હતા. ત્યારબાદ મિતેષભાઈએ ભૂવાજીને ફોન કરતા નંબર બંધ આવતો હતો.
બાદમાં જાણ થઇ કે ભૂવાની માંડલ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે નંદલાલભાઈએ રૂ.5.90 લાખના દાગીના ભૂવાજી લઇ ગયા હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વધુમાં આરોપી ચંદ્રકાંત પંચાલે સામે રામોલ,સોલા, ઘાટલોડીયા પણ ગુના દાખલ થયેલા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે રામોલ પોલીસ આરોપીની ટ્રાન્સફ્ર વોરંટથી ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Ahmedabad plane crashનું સાચું સત્ય આ રીતે આવશે બહાર, બળી ગયેલા બોઇંગનું બ્લેક બોક્સ મોકલવામાં આવશે અમેરિકા
- Surat: હત્યાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ થયો, આ રીતે ખુલ્યું રહસ્ય; મૃતકના બે મિત્રોની ધરપકડ, બે ફરાર
- Gujarat: ધોળા દિવસે શું થઈ રહ્યું છે? મતદાન મથકના CCTV કામ કરતા બંધ થતા અરવિંદ કેજરીવાલ ગુસ્સે થયા
- Gujaratમાં મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહીં, જુઓ પેટાચૂંટણીમાં કેટલા લોકોએ કર્યું મતદાન?
- Indigo: મદુરાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ