Ahmedabad News: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા અને પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ઉત્સવ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનથી ગુજરાતથી ઉત્તર પ્રદેશ તરફ મુસાફરી કરતા લોકોને રાહત મળશે.

અસારવા-પ્રયાગરાજ વિશેષ ટ્રેનનું સમયપત્રક

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 04166 અસારવા-પ્રયાગરાજ વિશેષ 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર ગુરુવારે સવારે 8:45 વાગ્યે અસારવાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10:35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે.

તેવી જ રીતે ટ્રેન નંબર 04165 પ્રયાગરાજ-અસારવા વિશેષ 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી દર બુધવારે પ્રયાગરાજથી ઉપડશે અને બીજા દિવસે સવારે 5:45 વાગ્યે અસારવા પહોંચશે.

આ સ્ટેશનો પર મળશે ટ્રેનની સુવિધા

આ વિશેષ ટ્રેન બંને દિશામાં હિંમતનગર, લુસાડિયા, ડુંગરપુર, સેમારી, ઝવેર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી જંક્શન, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાઈપાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સિકરી, ઇદગાહ આગ્રા, ટુંડલા, ફિરોઝાબાદ, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનમાં મુસાફરો માટે એસી થ્રી-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.