Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- congo: કોંગોમાં ISIS સમર્થિત આતંકવાદીઓએ ચર્ચ પર હુમલો કર્યો, 21 લોકોના મોત
- Nikol: નિકોલમાં ₹49 લાખના મેફેડ્રોન સાથે બે લોકોની ધરપકડ, એક આરોપી પાસેથી પ્રેસ આઈડી મળી
- yunus: અવામી લીગના સમર્થકો અરાજકતા ફેલાવી રહ્યા છે… મોહમ્મદ યુનુસે શેખ હસીના પર મોટો આરોપ લગાવ્યો
- AMC ને ₹100 કરોડનું નુકસાન, 273 વેચાયેલા ન હોય તેવા વાણિજ્યિક એકમોને ફરીથી ઉપયોગમાં લેશે
- Narendra Modi: હું નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે જોઉં છું… ભાજપ નેતાએ આવું કેમ કહ્યું, કારણ જણાવ્યું