Nadiad : નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતા કુખ્યાત ઈસમ માસુમ મહીડાને એક વર્ષ માટે ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય તેમજ શહેર જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો છે.
નડિયાદ પશ્વિમ વિસ્તારમાં રહેતા માસુમ ઉર્ફે ટીનો કાળુભાઇ મહીડા (રહે. ઇડન ગાર્ડન સોસાયટી પાસે “માં” બંગ્લોઝ પીજ રોડ, નડીયાદ) સામે નડિયાદ પશ્વિમ પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી, ધાક-ધમકી, છેડતી, અપહરણ તેમજ સ્ત્રી અત્યાચાર જેવા ગુનાઓ નોધાયેલ હોય અને આરોપી લીસ્ટેડ બુટલેગર છે.
જે આધારે તેના વિરુધ્ધ ગુજરાત પોલીસ એક્ટ કલમ 56(ક) મુજબ તડીપારની દરખાસ્ત તૈયાર કરી ઉપરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નડિયાદ તરફ મોકલી આપી હતી. આ તડીપાર હેઠળની દરખાસ્ત મંજુર થઇ આવતા નડીયાદ પશ્વિમ પોલીસે આરોપી માસુમ મહીડાને તાત્કાલિક હદપારના હુકમની બજવણી કરી છે.
તેમજ મુંબઇ પોલીસ અધિનીયમ ગુજરાત પોલીસ એક્ટ કલમ 56(ક) મુજબ તા.3 જૂન, 2025થી એક વર્ષ માટે ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ શહેર જીલ્લાની હદ વિસ્તારમાંથી તડીપાર કરાયો છે.
આ પણ વાંચો..
- Rajkotમાં લગ્નની કંકોત્રીની APK ફાઇલથી ₹6.57 લાખની ઠગાઈ, સાયબર ક્રાઈમ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી
- ફ્રી ફાયરની મિત્રતા બની ગંભીર મામલો! Jamnagarની સગીર 2000 કિમી દૂર આસામમાં મળી
- દિવાળીની મીઠાઈ ખરીદતાં પહેલાં સાવધાન! Ahmedabadમાં 45 હજાર કિલોથી વધુ શંકાસ્પદ માવો મળ્યો
- Ahmedabadમાં બોમ્બ ધમકીના કેસમાં મોટો ખુલાસો, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી મોકલાયા હતા ઈમેલ
- Godhra: તહેવારની તૈયારીઓ વચ્ચે આગનો તાંડવ, એશિયન પેઇન્ટ્સના શોરૂમમાં ભીષણ આગ




