Daman : દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ‘અધુનિક મલ્ટી ટ્રેડ LLP’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આંખ ઝપકતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખા પરિસરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો.

આગ લાગતાની સાથે જ કંપનીમાં અફરા-તફરી મચી ગઈ અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધું હતુ.

ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. ઘટનાસ્થળે દોડધામનો માહોલ જોવા મળ્યો હતો, જોકે હાલ સુધી કોઈ જાનહાનીની માહિતી મળી નથી.

હાલ તો આગ શા કારણે લાગી તેની ચોક્કસ માહિતી મળી નથી, પણ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આ ઘટના બની હોઈ શકે છે. ફાયર બ્રિગેડની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે
આ પણ વાંચો..
- Horoscope: કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો ફક્ત એક ક્લિક પર
- Hamas સંકટ સતત ચાલુ છે, જેમાં તુર્કીના એક જૂથ ડગ્માસે ગાઝામાં આઠ લડવૈયાઓને મારી નાખ્યા છે
- Brahmaputra: બ્રહ્મપુત્ર નદી પર ચીનના બંધના જવાબમાં ભારતનો ₹6.4 લાખ કરોડનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ
- China: ચીની કમ્યુનિસ્ટ પાર્ટીમાં ટોચથી નીચે સુધી ફેરબદલ થઈ રહ્યો છે, જેમાં નવ સેન્ટ્રલ કમિટી સભ્યોને દૂર કરવામાં આવ્યા
- Lalu Yadav: મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી હજુ સુધી નક્કી થઈ નથી, જ્યારે લાલુ યાદવે 14 નેતાઓને RJD પ્રતીકોનું વિતરણ કર્યું