Kutch : અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીના કોટન પ્લાન્ટમાં આજે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા.

ફેક્ટરીમાં કોટનના ભારી જથ્થામાં આગ ફેલાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ત્યારે ગાંધીધામ મનપા સહિતના 8 ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા માટે જોતરાયા છે.
આગ ફેલાવાનું કારણ અકબંધ
કંપનીના જવાબદાર દિવ્યેશ એમ. ડાભી દ્વારા મળેલી માહિતી મુજબ, સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે કોટન એકમમાં પડેલા રો-મટીરિયલ્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.
આગને કાબુમાં લેવા માટે સ્થાનિક ફાયર બ્રિગેડની સાથે ગાંધીધામ મનપાના ફાયર ફાઈટરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 8 ફાયર ફાયટરો દ્વારા યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. ભીષણ ગરમી વચ્ચે ફેલાયેલી આ આગને કાબુમાં લેવું ફાયર ફાઈટરો માટે પડકારરૂપ બની રહ્યું છે.
આ પણ વાંચો..
- salary: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ભેટ: મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો – કેબિનેટે કઈ તારીખથી મંજૂરી આપી છે?
- Narmada: સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી માટે ૩૧ ઓક્ટોબરે ભવ્ય એકતા પરેડનું આયોજન
- Surendranagar: રેન્જ આઈજી નિર્લિપ રાયના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન જિલ્લા પોલીસના કાર્યની પ્રશંસા કરવામાં આવી, 14 કર્મચારીઓનું સન્માન
- Ahmedabad: મહિલા પાસેથી ચેઈન છીનવી લેવાની ઘટનાના ૧૭ વર્ષ પછી, મેટ્રોપોલિટન કોર્ટે આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી
- Asaram Bapu case: આસારામ વિરુદ્ધ સમયસર જેલમાં શરણાગતિ ન સ્વીકારવા બદલ કેસ નોંધવામાં આવ્યો




