Jamnagar : ભારતીય સશસ્ત્ર દળ દ્વારા “ઓપરેશન સિંદૂર* હેથળ આશરે ૦૯ જેટલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને નેસ્ત નાબુદ કરેલ છે. આ સમયે સોશિયલ મિડીયામા રાષ્ટ્રધ્વજનુ અપમાન કરતો તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિક્રુત કરી પોસ્ટર જમીન પર રાખી પોસ્ટર ઉપર હાથ વડે ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરતો વિડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર અપલોડ કર્યો હતો.
સાંપ્રત સમયની પરીસ્થીતીને ધ્યાને લેતા ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડીતતા તેમજ સુરક્ષાને જોખમમા મુકતો વિડિયો અપલોડ કરેલ હોઇ જે મુદે ગુન્હો દાખલ કરાયો છે. આ પોસ્ટ કરનાર 22 વર્ષિય સચાણાના યુવાન નાજીમભાઈ ઉર્ફે લાજીમ સ/ઓ અજીજભાઇ ઉમરભાઈ ગજિયાને પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, રાષ્ટ્ર વિરોધી અને ખોટો દુષ્પ્રચાર કરી પોસ્ટ કરનાર સામે ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે.઼
આ પણ વાંચો..
- Ahmedabad: નિકોલમાં ટ્રક નીચે આવી જવાથી યુવકનું મોત, સીસીટીવી ફૂટેજમાં કરુણ ઘટના કેદ
- Ahmedabad: ઘીકાંટા ખાતે ટ્રાફિક કોર્ટમાં એક જ દિવસમાં 11,948 કેસ નોંધાયા
- Gujarat govt: સરકારે રેતી, કાંકરી, માટી પર રોયલ્ટી બમણી કરી, બાંધકામ અને રહેઠાણના ખર્ચમાં વધારો થશે
- Telangana: કેમિકલ ફેક્ટરી વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 40 થઈ, કંપની પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે
- Ahmedabad: અમદાવાદમાં એક મહિનામાં ગટરો છલકાઈ જવાની 28,000 થી વધુ ફરિયાદો મળી