Rajkot : ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે
આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લીઝ ધારકો ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે.
અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.
આ પણ વાંચો..
- India Pakistan war: આરોગ્ય મંત્રાલયે રજાઓ રદ કરી; પીએમ અને સંરક્ષણ મંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી
- Pakistan: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જમ્મુ-કાશ્મીરના ઉરી અને પૂંછ સેક્ટરમાં ગોળીબાર કર્યો
- Kutch: કચ્છ જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ, CM એ ટ્વીટ કરીને આપી માહિતી
- Pakistan સાથેના યુદ્ધ વચ્ચે ચીન પર શંકા વધી, જાણો કેમ કહી રહ્યા છે નિષ્ણાતો – દુશ્મનને ઓળખવાની જરૂર છે
- શું એશિયા કપને બદલે સપ્ટેમ્બરમાં IPL યોજાઈ શકે છે, BCCI માટે તે શ્રેષ્ઠ વિકલ્પ કેમ છે?