Social Media Fraud : સુરતની સોફ્ટવેર કંપનીમાં કામ કરતી એક યુવતીને છેતરીને ઈસમે તેની પાસેથી 15.57 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિધરપુરા મલ્હાર શેરીની રહેવાસી રિદ્ધિ ચૌહાણ સાથે જૈનમ શાહ નામના ઈસમે ઠગાઈ કરી છે.
રિદ્ધિ ગત વર્ષે સોશિયલ મીડિયા દ્વારા જૈનમના સંપર્કમાં આવી હતી. જૈનમે તેને કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર એપલ એરબડ્સ વેચે છે. તેણે કહ્યું, “મને સાત હજાર રૂપિયા આપ, હું 15 દિવસમાં તને 30 હજાર રૂપિયા પરત આપીશ.” આ પર રિદ્ધિએ તેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા, પરંતુ જૈનમે રૂપિયા પરત કર્યા ન હતા.

યુવતીને ડરાવી નાણાં પડાવી લીધા
જાન્યુઆરીમાં જૈનમે રિદ્ધિને કહ્યું હતુ કે, “તારા 30 હજાર રૂપિયા મારા બેંક ખાતામાં છે, પરંતુ પોલીસે મારું બેંક ખાતું ફ્રીઝ કરી દીધું છે. આ માટે તારે ચાર્જ ચૂકવવો પડશે. તારા નામે HDFC બેંકમાં પાંચ લાખ રૂપિયાનું લોન ચાલે છે, તે પણ સેટલ કરવું પડશે.” આ પછી, તેણે રિદ્ધિને ડરાવીને ઝવેરાત સહિત કુલ 13.40 લાખ રૂપિયા પડાવી લીધા. આખરે, પીડિતાએ જૈનમ સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
પોલીસ તપાસ શરૂ કરી
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને જૈનમ શાહની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. Social Media Froud દિવસને દિવસે વધી રહ્યા છે, તો પોલીસ દ્વારા આવી ઘટનાઓથી સાવચેત રહેવા માટે નાગરીકોને અપીલ કરી છે.
આ પણ વાંચો..
- murmu: રાષ્ટ્રપતિ મુર્મુની ઉત્તર મેસેડોનિયાની ઐતિહાસિક મુલાકાત; દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટે કરાર થયો
- MEA એ રશિયન અધિકારીને સમન્સ પાઠવ્યા, ચાર ભારતીયોના મોત પર વિરોધ નોંધાવ્યો
- Hockey: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; 20 ખેલાડીઓની પસંદગીભારતે 15 ઓગસ્ટથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી
- rahul: રાહુલ અને પ્રિયંકાના પીએમ નિવાસસ્થાન બહાર આગમન અને અખિલેશ તેમાં જોડાયા, પોલીસની કાર્યવાહી – ધરણા વિરોધ કેવી રીતે થયો.
- trump: ૧૦૦ વર્ષ જૂના કાયદાનો પહેલી વાર અમલ: ટ્રમ્પે કેનેડિયન માલ પર ૫૦% ટેરિફ લાદ્યો




