Social Media Fraud : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના આફવા ગામના 30 વર્ષીય યુવક સાથે ઓનલાઈન નાણાં પડાવી લેવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ઠગે ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા ઊંચું વળતરની લાલચ આપીને યુવક પાસેથી 12 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી. આ અંગે બારડોલી ગ્રામીણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આફવા ગામના પટેલ ફળિયામાં રહેતા અને નોકરી કરતા દર્શનભાઈ પરેશભાઈ ટેલર (ઉંમર 30)ના મોબાઈલ નંબર પર ગયા જાન્યુઆરી મહિનામાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો. મેસેજમાં ફોનિક્સ મિલ્સ લિમિટેડ નામની કંપનીમાં સ્ટાફ ભરતી ચાલી રહી હોવાનું અને તેમાં રોકાણ કરવાથી રોજના 3500થી 5500 રૂપિયા સુધીની કમાણીની લાલચ આપવામાં આવી હતી.
આ રીતે આપી લાલચ
શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે કંપનીએ દર્શનભાઈને 1000 રૂપિયા આપ્યા. ત્યારબાદ તેમણે 10,000 રૂપિયાનું રોકાણ કર્યું તો તેમને 18,000 રૂપિયા પરત મળ્યા. આથી લાલચમાં આવીને વધુ નફો કમાવવાની લાલસામાં દર્શનભાઈએ ગૂગલ પે દ્વારા 12,10,319 રૂપિયાનું રોકાણ કર્યું હતુ.

રૂપિયા પરત માંગતા ગ્રુપમાંથી કાઢી મુક્યા
જ્યારે દર્શનભાઈએ રોકાણ કરેલી મોટી રકમ પરત મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગે ઓડિટ ફીના નામે 7 લાખ રૂપિયાની વધુ માગણી કરી. દર્શનભાઈએ આ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો અને પોતાની મૂળ રોકાણની રકમ પરત માગી, પરંતુ ઠગે રૂપિયા પરત ન કર્યા અને તેમને ટેલિગ્રામ ગ્રૂપમાંથી પણ હટાવી દીધા હતા.
બારડોલી ગ્રામ્ય મથકે ફરીયાદ નોંધાઈ
પોતાની સાથે વિશ્વાસઘાત અને Social Media Froud થયાનું સમજાતાં દર્શનભાઈએ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 318(4) અને માહિતી ટેકનોલોજી અધिनિયમ (IT એક્ટ)ની કલમ 66(D) હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો..
- sara ali khan: વિવાદાસ્પદ નિવેદન: શું સારા અલી ખાને પાર્ટીમાં કોઈ છોકરીને ધક્કો માર્યો હતો? ઓરીએ ઘટનાને યાદ કરીને કહ્યું, “તે મારી ભૂલ નહોતી…”
- chidambaram: ‘મને બૌદ્ધિક નક્સલ કહેવાનો આનંદ છે’: ચિદમ્બરમે પીએમ મોદીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો; તેમણે ‘અસંતુષ્ટ કાકા’ ની ટીકા વિશે શું કહ્યું?
- nepal: આપત્તિ પછી ચીન સાથે વેપાર ગતિશીલતા ખોરવાઈ ગઈ; તહેવારો પહેલા પુરવઠા સંકટનો ભય છે – અત્યાર સુધી થયેલા નુકસાનનું પ્રમાણ કેટલું છે?
- akshay kumar: શું ‘ખિલાડી’ કરીના સાથે બીજી ફિલ્મ કરશે? એક મોટો સંકેત; અભિનેતા તેના જન્મદિવસ પર ચાહકોને મળે છે
- sri lanka: શ્રીલંકા ક્રિકેટને મોટો ફટકો: ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકાર ગુમાવ્યા બાદ આવકમાં નુકસાનની અપેક્ષા




