Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GSTની વાત અફવા નીકળી
- Vice president: બંધારણની કલમ ૧૪૨ પર ચર્ચા શા માટે થઈ રહી છે? સરકાર અને વિપક્ષ સામસામે
- Sukma માં 33 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, અમિત શાહે કહ્યું- ‘નક્સલીઓએ હથિયારો મૂકી દેવા જોઈએ’
- Surat તાપી નદીમાં કૂદીને દંપતી અને તેના સગીર પુત્રએ કરી આત્મહત્યા
- Farah Khan એ પોતાના રસોઈયાને સ્ટાર બનાવ્યો, શાહરૂખ ખાન સાથે કરી જાહેરાત