જાણીતા મ્યુઝિશિયન એ. આર. રહેમાનની તબિયત અચાનક લથડી છે. હાલ તેમને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાની વિગતો સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ જાણીતા સંગીતકાર એ. આર. રહેમાનની તબિયત અચાનક નાદુરસ્ત થઈ છે. તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડવાની સમસ્યા થઈ હતી. જેથી તાત્કાલિક ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
એપોલો હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા હાલ એ. આર. રહેમાનની એન્જીયોગ્રાફી સહિતના રીપોર્ટ કરવાનું શરૂ કરી દેવાયુ છે. એક આખી ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે. તો ડોક્ટર્સના જણાવ્યા મુજબ રોઝા રાખવાના કારણે ડિહાઈડ્રેશન પણ હોઈ શકે છે. હાલ તો તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ છે અને તેઓ સ્વસ્થ થાય તે માટે દુઆઓ માંગવામાં આવી રહી છે.

ડીહાઈડ્રેશન એટલે શરીરમાં પાણીની ઉણપ. જ્યારે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે, ત્યારે ડીહાઈડ્રેશન થાય છે.
એ. આર. રહેમાન ભારતીય ફિલ્મ સંગીતકાર, રેકોર્ડ નિર્માતા, સંગીતકાર અને ગાયક છે. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1967 ના રોજ થયો હતો. રહેમાનને વિશ્વના સૌથી સફળ સંગીતકારોમાંના એક ગણવામાં આવે છે. તેમણે 150 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે અને બે એકેડેમી એવોર્ડ, બે ગ્રેમી એવોર્ડ, એક બાફ્ટા એવોર્ડ અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે.
આ પણ વાંચો..
- ‘પાકિસ્તાનને ભાન આવશે અને તે…’ ભારત-પાકિસ્તાન સંબંધો પર PM Modi નું મોટું નિવેદન
- ભારતમાં બની રહી છે એશિયાની સૌથી લાંબી Hyperloop Tube
- LSGમાં જોડાતાની સાથે જ ઋષભ પંત શો સ્ટોપર, આ ગીતથી ઝહીર ખાનને કર્યો પ્રભાવિત
- Gujrat: ‘મોતનું તળાવ’, 5 બાળકો ડૂબ્યા, એકનો હજુ પત્તો નથી..!!
- બલૂચિસ્તાનમાં પાકિસ્તાન આર્મી બસ પર આત્મઘાતી હુમલો, 90 સૈનિકો માર્યા ગયા: BLAનો દાવો