મુંબઈના મલાડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ દાવો કર્યો છે કે આઇસક્રીમ કોનની અંદરથી એક માનવ આંગળી મળી આવી છે. મહિલાએ તેની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેનું કહેવું છે કે તેણે આઇસક્રીમ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે આઈસ્ક્રીમ કોનમાં માનવ શરીરના અંગો છે. પોલીસે આઈસ્ક્રીમમાંથી મળેલા માનવ શરીરના અંગને વધુ પુષ્ટિ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.

મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાધો છે, પરંતુ જેવી તેને ખબર પડી કે કંઈક ખોટું છે, તેણે આઈસ્ક્રીમમાં માનવની આંગળી જોઈ. પોલીસે કહ્યું, “ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમ કોનની અંદર એક મહિલાને માનવ આંગળીનો ટુકડો મળ્યો.” જે બાદ મહિલા મલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મલાડ પોલીસે યુમ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. આઈસ્ક્રીમમાંમળી આવેલા માનવ શરીરના ભાગને એફએસએલ (ફોરેન્સિક)માં મોકલવામાં આવી છે.

જ્યારે ઓર્લેમના રહેવાસી બ્રેન્ડન સેરાવે (27) બુધવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમ કોનનો ઓર્ડર આપ્યો, ત્યારે તેને ખ્યાલ નહોતો કે, તેમને આવો અનુભવ થશે. મહિલાએ જણાવ્યું કે આઈસ્ક્રીમની અંદર લગભગ2 સેમી લાંબો માનવ આંગળીનો ટુકડો હતો. સેરાવ વ્યવસાયે MBBS ડૉક્ટર છે.

એફપીજેના જણાવ્યા મુજબ, તેની બહેન સવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી જ્યારે તેણે તેણીને યાદીમાં ત્રણ બટરસ્કોચ કોન આઈસ્ક્રીમ ઉમેરવા કહ્યું. આઈસ્ક્રીમની ડિલિવરી થતાં તેણે કોનખોલ્યો અને આંગળીનો ટુકડો બહાર આવ્યો. તેણે આ ઘટના અંગે મલાડ પોલીસને જાણ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આઈસ્ક્રીમ જ્યાંથી બનાવવામાં આવ્યો હતો અને પેક કરવામાં આવ્યો હતો તેની પણતપાસ કરવામાં આવશે.