મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના આગેવાનોને આ સેવાકાર્યમાં અનુદાન આપવા અપીલ.

મોરબી જીલ્લાના પાટીદાર સમાજના દિકરા તથા દિકરીઓ અમદાવાદમાં રહીને અભ્યાસ કરી શકે તે હેતુસર અમદાવાદના હાર્દ સમા નવરંગપુરા, સ્ટેડીયમ પ રસ્તા વિસ્તારમાં મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ઉમા વિદ્યાર્થી ભવનના બિલ્ડીંગની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં ૧૦૩૨ ચોરસ વાર જમીનમાં ત્રણ માળના ૧૬૫૦૦ ચોરસ કુટના બાંધકામમાં ૩૬ રૂમ છે.
મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટની સ્થાપના ૧૯૭૭ માં કરવામાં આવી હતી. જેમાં સંસ્થાનાં સ્થાપક અને આર્યપુરુષો સ્વ.જયરાજભાઈ એ. પટેલ, સ્વ. ઓ.આર. પટેલ, સ્વ. ડો.આંબાલાલ પટેલ, સ્વ. કાનજીબાપા હોથી, સ્વ. એ.એમ.પટેલ તથા સમાજનાં અન્ય શ્રેષ્ઠિઓનાં સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવી હતી.
આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે – સાથે આરોગ્ય માટે ઉમા મેડીકલ, ઉમા લેબોરેટરી, ઉમા કલીનીક (રાહતદરે)ની સ્થાપના કરતા સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી. સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ સાથે સરકારનાં વિવિધ ખાતાઓમાં જી.પી.એસ.સી./યુ.પી.એસ.સી. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉચ્ચ હોદાની નોકરી પ્રાપ્ત કરી શકે એ હેતુસર “પાટીદાર કરીઅર એકેડેમી’ (નિઃશુલ્ક)ની સ્થાપના કરવામાં આવી.
આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા ઉમા સંસ્કાર ધામમાં (સમાજવાડી) એકી સાથે મોટા બે પ્રસંગ થઇ શકે તેવા બે લગ્ન હોલ તેમજ ર૪ રૂમનું ઉમા અતિથિગૃહ, ઉમા રંગભવન, ઉમિયા માતાજીનું મંદિર તથા ઉમા આદર્શ લગ્ન હોલનું લજાઈ ખાતે નિર્માણ કરીને મોરબીનાં સમાજની વર્ષો જૂની જરૂરીયાત પૂર્ણ કરવા માટેનું સ્વપ્ન પૂરુ કરેલ છે.
નવરંગપુરા વિસ્તારમાં યુર્નિવસીટી અને ઘણી બધી કોલેજો આવેલ છે. આ વિદ્યાર્થીભવનમાં રહીને દિકરા દિકરીઓને આવવા જવા માટે મેટ્રોટ્રેનની અને સીટીબસની પણ ખુબ સરસ સુવિધા છે. આ વિદ્યાર્થીભવન નવા થતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી જ શરૂ કરવામાં આવશે.
Read This Latest News:-
- bangladesh: શું બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન રાજીનામું આપશે? શેખ હસીનાના વાપસી અંગે અટકળો વધી રહી છે
- cjp: દિલ્હી પોલીસ હિંસાના ગુનેગારોની ઓળખ કરી રહી છે; શું તોફાનીઓના પાસપોર્ટ રદ કરવામાં આવશે?
- Trump: સાઉદી-અમેરિકા પરમાણુ કરારમાં ઇઝરાયલનો પ્રવેશ: ટ્રમ્પે કઈ નવી શરતો મૂકી?
- MEA: ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ: વિદેશ મંત્રાલય કહે છે – કાશ્મીર મુદ્દા પર બડબડ કરવાનું બંધ કરો; સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે
- salman khan: સલમાન વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાની અપીલ કરે છે; સોનમ વાંગચુકને પૂછે છે, “શું હું ઘરે બનાવેલો ખોરાક મોકલીશ?”




