અમેરીકાના મધ્ય પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં આવેલા વિનાશક વાવાઝોડાએ તબાહી મચાવી છે. આ વાવાઝોડામાં 32 લોકોના મોત થયા છે. આ વિનાશક વાવાઝોડાથી લાખો લોકો પ્રભાવિત થયા છે.
વાવાઝોડાને કારણે અનેક ઘરો ધરાશાયી થયા છે અને અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ ગઈ છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
મધ્ય અને દક્ષિણ અમેરીકામાં આવેલા તોફાનમાં 32 લોકોના મોત થયા છે. સિસ્ટમના શરૂઆતના ભારે પવનોને કારણે આવેલા ધૂળના તોફાનોએ શુક્રવારે લગભગ એક ડઝન લોકોના જીવ લીધા હતા.

રાજ્ય હાઇવે પેટ્રોલ અનુસાર, કેન્સાસ હાઇવે પર ઓછામાં ઓછા 50 વાહનોના ઢગલાબંધ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. તો ટેક્સાસ પેનહેન્ડલમાં અમરિલોમાં ધૂળના તોફાન દરમિયાન કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત પણ થયા હોવાની પણ વિગતો સામે આવી છે.
આ વર્ષે અમેરીકામાં ખતરનાક વાતાવરણની પરિસ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને, કેનેડિયન સરહદથી ટેક્સાસ સુધીના વિસ્તારોમાં પવનની તેજ ગતિ અને ધૂળના તોફાનોની ગતિને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. 80 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેનું પરિણામ જંગલમાં આગ પણ ફાટી નીકળી છે.
આ પણ વાંચો..
- ભારત સાથેના સંબંધો પર PM Modi ની ટિપ્પણી પર ચીને આપી પ્રતિક્રિયા
- Metro: અમદાવાદ-ગાંધીનગર મેટ્રો, 3 મહિનામાં 7 નવા સ્ટેશન ખુલશે
- IPL 2025: IPLમાં આવ્યો નવો નિયમ, આ મેચ સુધી ટીમ પણ બદલાશે
- Government : હવે આ કાયદામાં ફેરબદલના એંધાણ, જમીન માલિકો થશે માલામાલ
- Gujaratના આ શહેરમાં 450 સરકારી કર્મચારીઓ પર લગાવાયો દંડ, 15 દિવસમાં 5 હજાર ચલણ જારી