નાસાના અવકાશયાત્રી Sunita Williams અને બુચ વિલ્મોર ટૂંક સમયમાં પૃથ્વી પર પરત આવી રહ્યા છે. બંને નાસા અવકાશયાત્રી 9 મહિનાથી અંતરિક્ષમાં છે. નાસાનું ક્રૂ-10 મિશન તેમની વાપસી માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પહોંચી ગયું હતુ અને હવે તે પરત આવવા માટે પણ નીકળી ગયુ છે.

ક્રૂ-10 મિશન શનિવારે રાત્રે આઇએસએસ સાથે જોડાઇ ગયું હતું અને અવકાશયાત્રીઓ રવિવારે આ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. આ પછી Sunita Williams અને બુચ વિલ્મોરને પૃથ્વી પર સુરક્ષિત પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવાની હતી, જે અત્યારે ચાલુ કરી દેવાઈ છે અને નાસાનું ક્રૂ-10 મિશન પરત આવવા નીકળી ગયુ છે.
આજનો દિવસ વિત્યા બાદ ભારતીય સમય મુજબ રાત્રે 12 વાગ્યાથી 19 માર્ચનો દિવસ શરૂ થશે અને આ જ રાત્રે 3.27 કલાકે ક્રૂ-10 પાણીમાં લેન્ડ કરશે. આ અંગે હાલ ચોમેર Sunita Williams અને તેમની ટીમ માટે પ્રાર્થનાઓનો દૌર ચાલી રહ્યો છે.
નાસા મિશન મેનેજરો હવામાન પરિસ્થિતિઓનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે જેથી Sunita Williams અને અન્ય સ્પેસ યાત્રીઓની પરત આવવાની યાત્રાને સલામત રીતે પૂર્ણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, 8 દિવસ માટે સ્પેસ સ્ટેશનમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ઘણા મહિનાઓથી સ્પેસ સ્ટેશનમાં અટવાઈ ગયા હતા. જેઓ હવે પરત આવી રહ્યા છે.
આ પણ વાંચો..
- શરૂઆતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યા પછી Shardul Thakur એ પોતાનો ગુમાવ્યો ગુસ્સો
- Rishabh Pant નાક કાપવા માટે તૈયાર છે, 9 વર્ષ પછી IPLમાં આ કર્યું
- જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે અભિનેતા Vibhu Raghav
- Pahalgam Terror Attack : અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Elvish Yadav પર મુશ્કેલીના વાદળો છવાયા, NCW ઓફિસમાં માફી માંગી