નાસાના અવકાશયાત્રી Sunita Williams અને બુચ વિલ્મોર ટૂંક સમયમાં પૃથ્વી પર પરત આવી રહ્યા છે. બંને નાસા અવકાશયાત્રી 9 મહિનાથી અંતરિક્ષમાં છે. નાસાનું ક્રૂ-10 મિશન તેમની વાપસી માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પહોંચી ગયું હતુ અને હવે તે પરત આવવા માટે પણ નીકળી ગયુ છે.

ક્રૂ-10 મિશન શનિવારે રાત્રે આઇએસએસ સાથે જોડાઇ ગયું હતું અને અવકાશયાત્રીઓ રવિવારે આ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. આ પછી Sunita Williams અને બુચ વિલ્મોરને પૃથ્વી પર સુરક્ષિત પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવાની હતી, જે અત્યારે ચાલુ કરી દેવાઈ છે અને નાસાનું ક્રૂ-10 મિશન પરત આવવા નીકળી ગયુ છે.
આજનો દિવસ વિત્યા બાદ ભારતીય સમય મુજબ રાત્રે 12 વાગ્યાથી 19 માર્ચનો દિવસ શરૂ થશે અને આ જ રાત્રે 3.27 કલાકે ક્રૂ-10 પાણીમાં લેન્ડ કરશે. આ અંગે હાલ ચોમેર Sunita Williams અને તેમની ટીમ માટે પ્રાર્થનાઓનો દૌર ચાલી રહ્યો છે.
નાસા મિશન મેનેજરો હવામાન પરિસ્થિતિઓનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે જેથી Sunita Williams અને અન્ય સ્પેસ યાત્રીઓની પરત આવવાની યાત્રાને સલામત રીતે પૂર્ણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, 8 દિવસ માટે સ્પેસ સ્ટેશનમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ઘણા મહિનાઓથી સ્પેસ સ્ટેશનમાં અટવાઈ ગયા હતા. જેઓ હવે પરત આવી રહ્યા છે.
આ પણ વાંચો..
- Salman Khan એ બીજું ગીત રિલીઝ કર્યું, ‘સિકંદર’માં એક્શન અને વિસ્ફોટક ડાન્સ
- Gujarat રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારોના ભંગ અંગે ત્રણ કેસોમાં “suo moto” કાર્યવાહી
- IPL 2025 : દિલ્હીમાં IPLની આટલી બધી મેચ રમાશે, લાઈવ મેચ જોવા માંગતા હો તો તારીખ નોંધી રાખો
- શું Russia-Ukraine યુદ્ધનો અંત આવવાનો છે? ટ્રમ્પ અને પુતિન વચ્ચે થઈ વાતચીત
- Australia ના દરિયાકિનારા પર રહસ્યમય ફીણથી ગભરાટ, સર્ફર્સ બીમાર પડ્યા