નવી દિલ્હી. નવતપાના બીજા દિવસે રવિવારે લગભગ સમગ્ર ઉત્તર ભારત ભયંકર ગરમી અને લૂ થી પરેશાન રહ્યું. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ગંભીર ગરમીને કારણે 31 મે સુધી માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હીમાં રવિવારે સર્વોચ્ચ તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું.

મોસમ વિભાગ મુજબ રવિવારે ઉત્તર અને મધ્ય ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું. રાજસ્થાનના ફલોદીનું મહત્તમ તાપમાન 49.8 ડિગ્રી સુધી પહોંચી ગયું. આ રવિવારે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું. બીજી તરફ, અકોલા મહારાષ્ટ્રનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું.

રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ ઉપરાંત વિદર્ભના જુદા જુદા વિસ્તારોમાં 27 અને 30 મે માટે લૂ નું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.